Surat : ટ્રાફિક પોલીસની માનવતાના દર્શન કરાવતી ઘટના

વારંવાર કોઈને કોઈ કારણે વિવાદમાં રહેતી ટ્રાફિક પોલીસની માનવતાના દર્શન કરાવતી ઘટના સામે આવી છે. જેમાં ટ્રાફિક પોલીસે એક પરિવારને તેનો ગુમ થયો બાળક પરત કરતા પરિવારની આંખોમાં હર્ષના આસુ આવી ગયા હતાં. તો ટ્રાફિક પોલીસ જવાનના મોઢા પર પણ અનેરી ખુશી જોવા મળી હતી.
સુરત ટ્રાફિક પોલીસ એટલે વિવાદનો પર્યાય એવુ લોકો સમજે છે જો કે ટ્રાફિક પોલીસની બીજી પણ એક ઓળખ હાલ સામે આવી છે. અને તે છે માનવતાની સાથે પોતાની ખરી ફરજ નિભાવવાની. હા આપણે વાત કરી રહ્યા છે. સુરત ટ્રાફિક પોલીસના બે જવાનો પરેશ પુર્ણ વેરાગી અને ગઢવીની. ટ્રાફિક વિભાગ દ્વારા બન્નેને સાયણ રોડ પર ટ્રાફિક નિયમ મુકાયા હતાં. ત્યારે એક માસુમ ચાર વર્ષનો બાળક ગુમ થઈ ત્યાં આવી પહોંચ્યો હતો. તો બન્ને જવાનોએ બાળકને પુછતા તે કાંઈ પણ બોલી શક્યો ન હતો. જેથી તાત્કાલિક બન્ને ટ્રાફિક જવાનોએ બાળકનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા થકી તેના પરિવારને શોધવાની શરૂઆત કરી હતી. જેમાં મુળ રાજકોટનો અને કોસાડ આવાસમાં રહેતા મામાને ત્યાં રહેવા આવેલા બાળકનો પરિવાર મળી આવ્યો હતો. માસુમ ગુમ થયા બાદ પોલીસ થકી મળી આવતા માતાની આંખોમાં હર્ષના આસુ આવી ગયા હતાં.
તો બીજી તરફ ટ્રાફિક પોલીસ ના બન્ને જવાનોએ તાત્કાલિક સુજબુજતાથી બાળકને તેના પરિવારને મેળવવા માટે કરેલી કામગીરી ઉડીને આંખે વળગે તેવી છે. ત્યારે શુ કહ્યુ ટ્રાફિક જવાનોએ સાંભળીયે.
હાલ તો આ માસુમ ટ્રાફિક પોલીસના જવાનોની સુજબુજતાથી તેના પરિવારને મળી ગયો છે. ત્યારે અત્યારે પણ આ બાળકની વિડીયો વાયરલ થઈ રહી હોય જેને હવે લોકો દ્વારા ન ફેરવવામાં આવે તેવી પણ અપીલ કરાઈ રહી છે.