Surat : ડિઝલની ચોરી કરનારા ચારને પી.સી.બી.ની ટીમે ઝડપી પાડ્યા

સચીન પલસાણા ટી પોઈન્ટ પાસે આવેલા જુના ખંડેર બાંધકામવાળી જગ્યા પર ટેન્કરોમાંથી ડિઝલની ચોરી કરનારા ચારને પી.સી.બી.ની ટીમે ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.
પી.સી.બી. નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે સચીન પલસાણા ટી પોઈન્ટ પાસે અનમોલ નગર ગાયત્રી નર્સરી પાછળ જુના ખંડેર બાંધકામવાળી ખુલ્લી જગ્યામાં દરોડા પાડ્યા હતાં. જ્યાંથી ટેન્કરોમાંથી ડિઝલ અને પેટ્રોલની ચોરી કરતા ચાર આરોપીઓ જેમાં તુફાની હરીલાલ બિન્દ, બોધાભાઈ ભરવાડ, સુજાઉદ્દીન મંડલ અને સુરેન્દ્ર ચૌધરીને ઝડપી પાડ્યા હતાં. પોલીસે તેઓ પાસેથી ટાટા કંપનીના ટેન્કર અને ચોરી કરેલ પેટ્રોલ તથા ડિઝલ, મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા મળી 43 લાખ 16 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી. અને તમામ વિરૂદ્ધ સચીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે મુખ્ય સુત્રધાર એવો સત્યપ્રકાશ રાજમણી મોર્ય ભાગી છુટ્યો હોય જેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરાયા છે.