Surat : ડિંડોલી ખાતે રહેતા યુવાન ઉપર જીવલેણ હુમલો

ડિંડોલી ખાતે રહેતા યુવાનને મળવા બોલાવી મહિલા મિત્રએ અન્ય સાથે મળી તેના પર જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.
ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતે આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટી વિભાગ 1માં રહેતા શુભમ જયસ્વાલએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓને તેઓની મિત્ર અર્ચના ગોહિલએ મળવા માટે ડિંડોલી ખાતે આવેલ માર્ક પોઈન્ટ પાસે બોલાવ્યો હતો. જેથી શુભમ જયસ્વાલ ત્યાં જતા અર્ચના ગોહિલએ તેના સાથી એવા કપિલ અને મિતેશ ગોસ્વામી સાથે મળી જીવલેણ હુમલો કર્યો હતો. હાલ તો બનાવ અંગે ડિંડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.