Surat : પાલિકા દ્વારા ખરીદાયેલી બેઝિન પડ્યા પડ્યા ભંગાર થઈ ગયા

કોરોનાની મહામારી વચ્ચે લોકોને હાથ ધોવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા ખરીદાયેલી બેઝિન પડ્યા પડ્યા ભંગાર થઈ ગયા છે. એક તરફ ફરી કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે ત્યારે મનપા તંત્રની આ ઘોર બેદરકારી સામે આવી છે.
સુરત મહાનગર પાલિકાએ કોરોનાને અંકુશમાં લેવા હાથ ધોવા મોટા ઉપાડે વોશ બેઝિન ખરીદ્યા હતા.જે વિવિધ પોઈન્ટની સાથે સંસ્થાઓ તેમજ સરકારી કચેરી પરિસરોમાં મૂકાયા હતા. હજુ સંક્રમણ યથાવત છે ત્યાં બેઝિન ઉપયોગ વિના જ ભંગારમાં તબદીલ થઇ રહ્યાં છે. વાસ્તાદેવડી ગ્રાઉન્ડ ઉપર વિભાગ ઘણાં બેઝિન ધુળ ખાઇ રહ્યાં છે. હાલ તો પાલિકાના કામચોર કર્મચારીઓના કારણે રૂપિયા ખર્ચી ખરીદાયેલા બેઝિન ભંગાર થઈ ગઈ હોય જેને લઈ આ મામલે તપાસ કર જવાબદારો સામે કાયદાકીય પગલા લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.