Surat : ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે યથાશક્તિ મુજબ દાન કર્યુ

અયોધ્યામાં બનનાર ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ધનરાસી એકત્ર કરવા સુરતમાં કાર્યાલય શરૂ કરાયા છે ત્યારે પાર્લે પોઈન્ટ ખાતે શરૂ કરાયેલ શ્રીરામજન્મભુમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કાર્યાલય ખાતે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં શહેરીજનોએ યથાશક્તિ મુજબ દાન કર્યુ હતું.
અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે. રામ મંદિરને ભવ્ય બનાવવા માટે સુરતમાં આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નિધિ સમર્પણ સમિતી બનાવવામાં આવી છે. આ સમિતી દ્વારા દરેક વ્યક્તિને જાગૃત કરવા પ્રયાસ કરાઈ રહ્યું છે. આસ્થાના પ્રતિક અને સંસ્કૃતિ, જીવનશૈલી તેમજ પરંપરા અકબંધ રહે તેવા મંદિર માટે દરેક વ્યક્તિ યથા શક્તિ દાન આપે તે માટે આહવાન કરાઈ રહ્યું છે. દરેક ઘરેથી 10 રૂપિયા, 100 રૂપિયા, 1000 રૂપિયા, પોતાની ક્ષમતા અનુસાર મોટી રાશિનું સમર્પણ કરી રામ મંદિર નિર્માણ દ્વારા બની રહેલ રાષ્ટ્રમંદિર નિર્માણ સહયોગ આપવા અપીલ કરાઈ છે. રામ મંદિર માટે હાલ શહેરના અલગ અલગ વિસ્તારમાં કાર્યાલયો શરૂ થયા છે. ત્યાંથી કાર્યકરો ઘરે ઘરે જઈને 15 જાન્યુઆરી મકરસંક્રાંતિથી લઇને 4 ફેબ્રુઆરી માધ પૂર્ણિમા દરમિયાન નિધિ સ્વિકારીને અયોધ્યા મોકલશે. જેમાં મોટા દાન હશે તો ચેક લેવાશે અને નાના દાનમાં સ્લિપ પણ અપાશે. ત્યારે પાર્લે પોઈન્ટ ખાતે શરૂ થયેલ કાર્યાલયમાં શુક્રવારે નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આ. પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્ય, કોર્પોરેટરો, સભ્યો તથા શહેરીજનોએ યથા શક્તિ મુજબ દાન કર્યુ હતું.
સુરતમાં કાયમંડ, ટેક્ષટાઈલ્સ, બિલ્ડર જેવી વિવિધ ઉદ્યોગ જગતમાં નિધિ સંગ્રહના પ્રયાસો કાર્યાન્વિત થઈ ગયા છે. સમગ સુરત મંદિર નિર્માણમાં સહભાગી થવા અપીલો કરાઈ રહી છે.