Surat : મોબાઈલ ફોન અને રોકડની લુંટ કરી ભાગી છુટેલા રીઢાઓ પકડાયા

ઉધના હરીનગર બે ખાતે આવેલ સાંઈકૃપા એપાર્ટમેન્ટના રૂમમાં ઘુસી ચપ્પુની અણીએ મોબાઈલ ફોન અને રોકડની લુંટ કરી ભાગી છુટેલા બે ઓરિસ્સાવાસીઓને પોલીસે ઝડપી પાડ્યા હતાં.
ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મુળ ઓરિસ્સાનો અને હાલ ઉધના ખાતે આવેલ હરીનગરમાં સાંઈકૃપા એપાર્ટમેન્ટના રૂમમાં રહેતા આદિત્ય પાલ ઘરે હતો ત્યારે તેના ઘરમાં ધસી જઈ ચપ્પુની અણીએ તેની પાસેનો મોંઘોદાટ મોબાઈલ તથા રોકડા રૂપિયાની લુંટ કરી ભાગી છુટેલા બે રીઢાઓ જેમાં કાન્હા ઉર્ફે કાનુ રમેશ મલ્લા અને પંચાનન ઉર્ફે પિંકુ કિશોર સેનાપતિને ઝડપી પાડી ચોરાયેલ મુદ્દામાલ કબ્જે કરી બન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.