Surat : મિલેનો હાઈટસમાં માતા-પુત્રે ફાંસો ખાઈ કર્યો આપઘાત

કોરોના કાળમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. પીપલોદ વિસ્તારમાં આવેલા મિલેનો હાઈટસમાં માતા-પુત્રે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. બે દિવસથી મિત્રને આપઘાતની વાતો કરનારે સવારે ફોન ન ઉપાડતા મિત્રો તેના ઘરે પહોંચી ગયા ત્યારે લટકતી હાલતમાં માતા-પુત્રના મૃતદેહ મળી આવ્યાં હતાં.
ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પીપલોદના મિલેનો હાઈટ્સમાં રહેતા મહર્ષ પરેશભાઈ પારેખ અને તેમની માતા ભારતીબેન પારેખનાએ ફાંસો ખાય આપઘાત કરી લીધો છે. મિત્રોને ઘરમાંથી બન્નેની લટકતી હાલતમાં સોમવારની સાંજે મૃતદેહ મળી આવ્યાં હતાં. મહર્ષ ભારત પે નામની એપ્લિકેશન પર લે વેચના વેપાર સાથે સંકળાયેલો હતો. મહર્ષ એકના એક પાંચ વર્ષના પુત્ર અને તેની પત્નીને 15 દિવસ અગાઉ પિયર છોડી આવ્યો હતો. રૂપિયાની મેટર શોર્ટ આઉટ થઈ જાય પછી લઈ જઈશ એમ પત્નીને કહ્યું હતું. મૃતક મહર્ષના મિત્ર ફેનીલે જણાવ્યું હતું કે, મહર્ષના પિતાનું 5 વર્ષ પહેલાં મોત થયું હતું.મહર્ષ બે દિવસથીઆપઘાત કરી લેવાની વાત કરતો હતો.સોમવારે ફેનિલએ મહર્ષને ફોન કર્યો હતો. પરંતુ મહર્ષે ન ઉપાડતા ઘરે ગયો હતો. દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ ન ખોલતાં શંકા ગઈ અને દરવાજો તોડ્યો હતો. માતા-પુત્ર પંખા પર દુપટ્ટા સાથે લટકતી હાલતમાં મળી આવ્યાં હતાં. મહર્ષ અને તેના મિત્રો અને સંબંધીઓ પર ત્રણ-ચાર દિવસ પહેલા કોઈ કંપનીના મેસેજ ગયા હતા પૈસા ને લઈને, લોન કે દેવું અને બદનામીના ડરથી આપઘાત કર્યો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. બે કલાક ફેનિલે સમજાવ્યો હતો. હું મરી જઈશ પછી માતાનું શુ થશે એવો વિચાર આવતા પુત્રએ માતા સાથે આપઘાત કરી લેધો હોવાનું અનુમાન વ્યક્ત કરાય છે.
વધુમાં તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, મરનારનું બાલાજી રોડ પર મકાન હોવા છતાં પીપલોદમાં ભાડાના મકાનમાં રહેતા હતાં. પૈસાનું દેવું વધી જતાં બેંકવાળા ફોન કરી ઉઘરાણી કરતા હતાં. હાલ સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરાઈ છે.