Surat : મહાનગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની મિટિંગ

સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે ઔદ્યોગિક સંગઠનના અગ્રણીઓએ કોરોનાની સ્થિતિને લઈ પાલિકા કચેરીએ ચર્ચા વિચારણા કરી હતી. અને એસઓપીનું પાલન કરવા પર આ બેઠકમાં ભાર મુકાયો હતો.
દિવાળીના તહેવાર બાદ કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાત્રિ કર્ફ્યૂનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ પાલિકાના અધિકારીઓ અને પદાધિકાઓએ ઔદ્યોગિક સંગઠનના અગ્રણીઓ સાથે બેઠકનું આયોજન કર્યું છે. જેમાં ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા આગેવાનો વચ્ચે ચર્ચા થઈ છે. જેમાં ઉદ્યોગ જગત દ્વારા અગાઉ જે નિયમોનું પાલન કરવામાં આવેલું તે ફરીથી કરવામાં આવે તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે. શહેરમાં સ્થિતિ ન બગડે તે માટે લોકોને પણ અપીલ કરાઈ છે. બીજી તરફ ઔદ્યોગિક સંગઠનોએ કહ્યું કે, અધિકારીઓ કડકાઈ ન દાખવે તે પણ જરૂરી છે. ભયનો માહોલ વધુ પેદા ન થાય તે પણ અધિકારીઓ જુએ તેવી સંગઠનોએ વધુમાં અપીલ કરી છે.
પાલિકાના અધિકારીઓ અને ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા લોકોએ ચર્ચા વિચારણા કોરોનાની સ્થિતિને લઈને કરી હતી.