Surat : યુવાધન બાદ હવે બાળકો પણ નશો કરતાં હોવાનું સામે આવી રહ્યું

યુવાધન બાદ હવે બાળકો પણ નશો કરતાં હોવાનું સામે આવી રહ્યું છે. નશાના દૂષણમાં ફસાયેલા ચાર સગીરોને સીઆઈડી ક્રાઈમની મહિલા ટીમે ઝડપી લઈને બાળગૃહમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.
અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સોની ફળિયા ખાતે 4 સગીર બાળકો સ્પિરિટ અને સીન્થેટીક એડહેસીવ સોલ્યુશન જેમાં પોલિવિનાઇલ આલ્કોહોલ, પોલિવિનાઇલ એસિટેટ, ફોર્માલ્ડિહાઇડ, મિથિલ ઇથર વિગેરેના મિશ્રણ હોય છે તેનુ નશો કરતા પકડાયા છે. જેમાં બે સગા ભાઈઓના પરિવારમાં કોઈ નથી,મા-બાપના મોત થયા હોવાથી ફૂટપાથ પર રહે છે. ચારે ચાર સગીર છોકરાઓ ફૂટપાથ પર સાથે જ રહેતા હતાં. સગીર બાળકોમાંથી બે સગા ભાઈઓ છે, જેઓની ઉંમર 8 વર્ષ, 9 વર્ષ છે, અન્ય બાળકો ની ઉંમર 14 વર્ષ અને 15 વર્ષ છે. જેમાંથી બે સગા ભાઈઓના પરિવારમાં કોઈ નથી, મા-બાપથી પણ મરણ ગયેલ છે તેવું જણાવેલ છે. એક ઘરેથી વારંવાર પિતા મારતા હોય અને માતા અપંગ હોય તેથી ઘર છોડીને ફૂટપાથ પર રહે છે અને બીજો 15 વર્ષનો જે બાળક છે તે ઘોડો ચલાવવાનું કામ કરે છે તેને ઘોડો ચલાવવા માટે નોકરીએ રાખવામાં આવેલો છે. બાકીના ત્રણ આખો દિવસ ભીખ માંગી અને નશીલા પદાર્થ ખરીદી નશો કરે છે.
સગીરો સ્પિરિટ અને સિન્થેટિક એડહેસિવ સોલ્યુશનનો નશો કરતા હતાં.પકડાયેલા સગીર બાળકોમાંથી બે સગા ભાઈઓ છે. આઠથી પંદર વર્ષના બાળકોને પોલીસ સ્ટેશન લાવીને તેમને સુધારવા માટે બાળગૃહમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.