Surat : રેલવે સ્ટેશન યાર્ડના ક્મ્પાઉન્ડમાં લાગી આગ

સુરત રેલવે સ્ટેશન યાર્ડના ક્મ્પાઉન્ડમાં આગની દુર્ઘટના સર્જાઈ હતી. યાર્ડના કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા કેમિકલ, કલર અને ડામરના જથ્થામાં અચાનક આગ લાગી ગઈ હતી. આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધી હતું. જેથી સ્થાનિક રેલવે પોલીસે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
સુરત રેલવે સ્ટેશનના રેલ્વે યાર્ડના કમ્પાઉન્ડમાં જ્યાં આગ લાગી ત્યાં થોડી માત્રામાં જ કેમિકલ, ડામર અને કલરના ડ્રમ હતાં. જેથી આગ લાગ્યા બાદ ઝડપથી તે સળગી ઉઠ્યાં હતાં. આગ લાગ્યા બાદ ડ્રમમાં રહેલો જથ્થો સળગતો એ દરમિયાન પાણીનો મારો ચલાવવામાં આવતાં આગ પર કાબૂ મેળવાયો હતો. યાર્ડમાં આગ લાગ્યાનું ધ્યાનમાં આવતાં જ રેલવે પોલીસ અને એલ.સી.બી.નો કાફલો તરત જ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસના જવાનોએ આસપાસમાંથી પાણી લાવીને સળગતા ડ્રમ પર રેડ્યું હતું. જેથી આગ પર કાબૂ મેળવાયો હતો. સદનસીબે કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નથી.