Surat : વ્હાઈટ લોટ્સ સ્કુલના સંચાલકો દ્વારા ઓનલાઈન ક્લાસ કરાઈ બંધ

કોરોનાની મહામારીમાં પણ ફી ભરી હોવા છતા સંપુર્ણ ફી ભરવાની માંગ સાથે વ્હાઈટ લોટ્સ સ્કુલના સંચાલકો દ્વારા ઓનલાઈન ક્લાસ બંધ કરી દેવાતા વાલીઓએ શાળાની દાદાગીરી સામે જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરી હતી.
કોરોનાની મહામારીમાં પણ કેટલિક શાળાઓ દ્વારા દાદાગીરી કરી વાલીઓ પાસેથી ફીની પઠાણી ઉઘરાણી કરાઈ રહી છે. જેથી કેટલીક શાળાઓ સામે વાલીઓએ બાંયો પણ ચઢાવી તંત્રમાં રજુઆતો કરી હતી. ત્યારે ફરી આવી જ એક વેસુની શાળા વિવાદમાં આવી છે. વેસુ માં આવેલી વ્હાઈટ લોટ્સ સ્કુલ ના વાલીઓ દ્વારા ફી ભરાઈ હોવા છતા સંપુર્ણ ફી ભરવાની માંગણી કરી સ્કુલના સંચાલકો દ્વારા ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેતા શાળા સંચાલકોની દાદાગીરી થી વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. અને વાલીઓ શાળાની દાદાગીરી સામે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પત્ર આપવા આવી પહોંચ્યા હતાં.
સુરતમાં કોરોનાની મહામારીને લઈ લોકોની આર્થિક સ્થિતિ કફોડી છે ત્યારે કેટલિક શાળાઓ દ્વારા કરાતી દાદાગીરી સામે તંત્રએ તાત્કાલિક પગલા લેવા જોઈએ તેવી માંગ ઉઠી છે.