Surat : વધુ નવા 270 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે વધુ નવા 270 પોઝીટીવ કેસ આવતા કુલ આંક 41,676 પર પહોંચી ગયો છે. તો કોરોનાથી વધુ 1 ના મોત સાથે મૃતાંક 1042 થયો છે જ્યારે કોરોનાને મ્હાત આપનારાઓની સંખ્યા 39,152 પર પહોંચી છે.
સુરત મહાનગર પાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર અને જિલ્લામાં કોરોના નવા 270 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 41,676 પર પહોંચી ગયુ છે. આ સાથે શહેર જિલ્લામાં વધુ 1 ના મોત સાથે કોરોનાથી મૃત્યુઆંક 1042 થયો છે. રવિવારે સુરત શહેરમાંથી 185 અને જિલ્લામાંથી 41 મળી કુલ 226 દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થયા હતા. જેને પગલે કોરોનાને મ્હાત આપનાર દર્દીઓની સંખ્યા 39,152 પર પહોંચી ગઈ છે. હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,482 પર પહોંચી ગઈ છે. જેમાં સુરત સિટીમાં કુલ 30,586 કોરોના પોઝિટિવ કેસમાં 761 ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 11,090 કેસ પૈકી 281 ના મોત થયા છે. સુરત સિટીમાં 28,750 અને સુરત જિલ્લામાં 10,402 દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે.