Surat : વધુ નવા 286 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે વધુ નવા 286 પોઝીટીવ કેસ આવતા કુલ આંક 41,962 પર પહોંચી ગયો છે. તો કોરોનાથી વધુ 3 ના મોત સાથે મૃતાંક 1045 થયો છે જ્યારે કોરોનાને મ્હાત આપનારાઓની સંખ્યા 39,381 પર પહોંચી છે.
સુરત મહાનગર પાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર અને જિલ્લામાં કોરોના નવા 280 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 41,962 પર પહોંચી ગયુ છે. આ સાથે શહેર જિલ્લામાં વધુ 3 ના મોત સાથે કોરોનાથી મૃત્યુઆંક 1045 થયો છે. મંગળવારે સુરત શહેરમાંથી 187 અને જિલ્લામાંથી 42 મળી કુલ 229 દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થયા હતા. જેને પગલે કોરોનાને મ્હાત આપનાર દર્દીઓની સંખ્યા 39,381 પર પહોંચી ગઈ છે. હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,536 પર પહોંચી ગઈ છે. જેમાં સુરત સિટીમાં કુલ 30,805 કોરોના પોઝિટિવ કેસમાં 764 ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 11,157 કેસ પૈકી 281 ના મોત થયા છે. સુરત સિટીમાં 28,937 અને સુરત જિલ્લામાં 10,444 દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે.