Surat : સંગમ સોસાયટીમાં ઘરઘાટી તરીકે કામ કરતા યુવાને કર્યો હાથફેરો

સીટીલાઈટ ખાતે આવેલ સંગમ સોસાયટીમાં ઘરઘાટી તરીકે કામ કરતા રાજસ્થાની યુવાને ઘરમાંથી લાખોનો હાથફેરો કરી લીધો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.
ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સિટીલાઈટ ખાતે આવેલ નુપુર હોસ્પિટલની ગલીમાં સંગમ સોસાયટી રોડ પર રહેતા વેપારી રાધેશ્યામ ગર્ગએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓને ત્યાં મુળ રાજસ્થાનના જોધપુર ખાતે રહેતો જ્યંતિ ઉર્ફે કમલેશ ઓસ્વાલ ઘરઘાટી તરીકે કામ કરતો હતો જેણે ઘરમાંથી રોકડ છ લાખની ચોરી કરી ભાગી છુટ્યો હતો. હાલ તો બનાવ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.