Surat : સોનાનો અછોડો તોડી ભાગી છુટેલો રીઢો સીસીટીવીમાં કેદ

ઉધના બીઆરસી ગાંધી કુટીર પાસે મહિલાને પાણી આવે છે કે નહી તેમ પુછી તેણીના ગળામાંથી સોનાનો અછોડો તોડી ભાગી છુટેલો રીઢો સીસીટીવીમાં કેદ થયો છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉધના બી.આર.સી. ગાંધી કુટીર પાસે રહેતી સીમાબેન બડગુજ્જરએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે તે ઘર પાસે ઉભા હતા ત્યારે એક અજાણ્યો ઈસમ તેઓ પાસે આવ્યો હતો અને પાની આ ગયા તેમ કહી તેઓ કાંઈ સમજે તે પહેલા જ તેમના ગળામાંથી સોનાનો અછોડો તોડી ભાગી છુટ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય હાલ તો બનાવ અંગે ઉધના પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.