Surat : હિરા પેઢીમાંથી લાખોના લેબગ્રોન હિરા લઈ જઈ આચરી ઠગાઈ

કતારગામ વસ્તાદેવડી રોડ પર આવેલ ગુજરાત ગેસ સ્ટેશન પાસેની ઈકો સ્ટાર નામની હિરા પેઢીમાંથી લાખોના લેબગ્રોન હિરા લઈ જઈ ઠગોએ મહિધરપુરાની ઓફિસ બંધ કરી દીધી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.
કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ આશ્રમ રોડ પર આવેલ શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા જ્યંતિલાલ રીજીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓ પાસેથી અનીલ માંગુકીયા, વિપુલ તથા ચેતનનાઓ કે જેઓએ મહિધરપુરા ખાતે આવેલ સહજાનંદ બિલ્ડીંગમાં ઓફિસ શરૂ કરી 9 લાખ 68 હજારથી વધુની કિંમતના લેબગ્રોન હિરા ખરીદી કરી પોતાની ઓફિસને તાળા મારી ભાગી છુટ્યા હતાં. હાલ તો બનાવ અંગે કતારગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.