Tharad : લોક ગાઈકા કાજલ મહેરીયા સામે પોલીસ ફરિયાદ નોધાઈ

ફરીયાદ નોધાઈ
થરાદના કેશરગામમાં લગ્ન પ્રસંગે ભીડ એકઠી કરનાર લોક ગાઈકા કાજલ મહેરીયા અને વરરાજાના પિતા સામે પોલીસ ફરિયાદ નોધાઈ
થરાદ તાલુકાના કેશર ગામે પુત્ર ના લગ્ન પ્રસંગમા લોકગાઈકા ને આમંત્રણ આપી રાસ ગરબાનુ આયોજન કરી મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી કરવામાં આવતા લગ્ન આયોજન વરરાજા ના પિતા સહિત લોક ગાઈકા સામે ગુનો નોધાયો છે જોકે આ લોકો સામે ગુનો નોધાવવા છતા બેરોકટોક ભીડ એકઠી કરી કાર્યક્રમ કરી રહ્યા છે થરાદ તાલુકાના કેશર ગામે રહેતા નાગજીભાઈ સોનાજી નાઈના પુત્ર ના લગ્ન મા લોક ગાઈકા કાજલ મહેરીયાને આમંત્રિત કરવામા આવી હતી મોટી સંખ્યામાં લોકો ની ભીડ સર્જાતા જાહેરનામાનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ હતુ આ પ્રસંગ મા હાજર રહેલા જાગૃત લોકો દ્વારા વિડીયો ઉતારી વાયરલ કરવામા આવ્યો હતો થરાદ પોલીસ ના ધ્યાને આવ્યુ હતુ આથી પોલીસ 16 ડિસેમ્બર ના રોજ લગ્ન આયોજક વરરાજાના પિતા નાગજી સોનાજી નાઈ તેમજ લોક ગાઈકા કાજલ મહેરીયા સામે આઈ.પી.સી કલમ 188 ,269 તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 51 બી મુજબ ગુનો નોધી વઘુ તપાસ હેડ કોન્સ્ટેબલ પ્રભુભાઈ એન પટેલ હાથ ધરી હતી...