Upleta : ખેડૂતો દ્વારા રાષ્ટ્રવ્યાપી આમ હડતાળનું એલાન

દેશ વિદેશની મૂડીવાદી કંપનીઓ ખેડૂતોનું શોષણ કરવા માટે ખેતી વિરોધી ત્રણ કાળા કાયદાઓ સામે દેશ માં ૨૫૦ જેટલા ખેડૂત સંગઠનો અને શ્રમિકો કામદારો, કર્મચારીઓ દ્વારા કામદારોના દશ સંગઠનો રાષ્ટ્રવ્યાપી આમ હડતાળ નું એલાન કરવામાં આવેલ છે જેના સંદર્ભે તારીખ ૨૬/૧૧ ગુરુવાર નાં રોજ રસ્તા રોકો, સવિનય કાનૂન ભંગ અને વીજબિલ હોળી કાર્યક્રમ ઉપલેટા ખાતે કરવામાં આવતા ખેડૂતોની કરાઈ અટક
સમગ્ર વિશ્વમાં આજરોજ ગુજરાત કિસાન સભા તેમજ લાખો-કરોડો ખેડૂતો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે ત્યારે સંસદમાં પસાર થયેલ ખેડૂત વિરોધ કાયદા પસાર કરવામાં આવેલ જેને લઈને ઉપલેટા ગુજરાત કિસાન સભા દ્વારા બાવલા ચોક થી બસસ્ટેન્ડ ચોક ખાતે રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ છે. સંસદમા ખેડૂત વિરોધ કાળા કાયદા પાછા ખેંચવામાં આવે. 1) આવશ્યક ચીજો કાયદા સંસોધન-2020
2) એ.પી.એમ.સી બજાર સમિતિને લગતા કાયદા-2020
3)કોન્ટ્રેક્ટ ફાર્મીક કંપની કરાર આધારિત કાયદા આ 3 કાયદા જે ખેડૂત વિરોધી છે તેને પાછા ખેંચવાની માગણી ખેડૂતો કરી રહ્યા છે જો આ કાયદાઓ પાછા ખેંચવામાં નહી આવે તો ખેડૂતો દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી આપી હતી. આજ બેન્કો,બી.એસ.એન ઓફીસ બંધ રાખવામાં આવી છે. આ કાર્યક્રમ માં ગુજરાત રાજ્ય કિસાન સભા ના પ્રમુખ તેમજ રાજકોટ જીલ્લા કિસાન સભા ના મંત્રી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ મા ધરણા પ્રદર્શન,સૂત્રોચાર અને ચક્કાજામ કરવાનો પ્રયત્ન કરતા પહેલાજ ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.