Vaghodia : સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમીત્તે વિશાળ બાઈક રેલી યોજી

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી નજીક આવી રહિ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીએ વિશાળ બાઈક રેલી જરોદ ખાતે યોજી શક્તી પ્રદર્શન કર્યુ હતુ.
વાઘોડિયા તાલુકા પંચાયતની ૨૦ બેઠકો તેમજ જિલ્લા પંચાયતની ચાર બેઠકો પૈકી જરોદ બેઠકપરથી આજે બાઈક રેલીનુ આયોજન કરાયુ હતુ. ભારતીય જનતા પાર્ટીના વરીષ્ટ કાર્યકર્તાઓ, જિલ્લા અને તાલુકાના પ્રમુખો, મહામંત્રી સહિત વાઘોડિયા વિઘાનસભાના ધારાસભ્ય મધુભાઈ શ્રી વાસ્તવનુ સ્વાગત કરાયુ હતુ.સ્વામી વિવેકાનંદની ૧૫૮મી જન્મ જયંતી નિમીત્તે ગુજરાત પ્રદેશ યુવા મોરચા ભાજપના રાજેન્દ્ર પટેલની આગેવાનીમા આજે ૩૦ કિમી લાંબી બાઈક રેલીનુ આયોજન કરાયુ હતુ. આ રેલીમા આશરે ૭૦૦ બાઈક ચાલકો જોડાયા હતા. જરોદ જિલ્લા પંચાયતની બેઠક પર યોજાએલ શક્તી પ્રદર્શનમા તમામ તાલુકા અને જિલ્લા પંચાયતોની બેઠકો ભાજપ જીતશે તેવો દાવો ધારાસભ્ય મધુભાઈ શ્રી વાસ્તવે કર્યો હતો. જોકે હજુ સુઘી ટિકીટમાટે ઊમેદવારોની પસંદગી કરાઈ નથી, ત્યારે સીટપર દાવેદારી નોંઘાવતા ઊમેદવારોએ પોત પોતાની રિતે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી એડી ચૌટીનુ જોર લગાવી રહ્યા છે. ભાજપ યુવા મોરચા ની શક્તીનો રાજેન્દ્ર પટેલની આગેવાનીમા પરીચય કરાવી ભવ્ય બાઈક રેલીને સફળ બનાવી હતી.વડોદરા જિલ્લા ભાજપા પ્રમુખ અશ્વિનભાઈ પટેલે કાર્યક્રમને સફળ બનાવનાર તમામ કાર્યકરોનો આભાર માન્યો હતો.