Vanthli : કોયલી અને ધંધુસર ના લોકો દ્વારા સર્વિસ રોડ બનાવવાની માંગ

વંથલી જુનાગઢ હાઈવે થી કોયલી અને ધંધુસર તરફ જતો નવો નિર્માણ પામી રહેલા રસ્તા પર સર્વિસ રોડ ન મુકાતા ખેડૂતોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આજરોજ કોયલી અને ધંધુસર ના લોકોએ સર્વિસ રોડ બનાવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
જુનાગઢ ના નિર્માણ પામી રહેલા રીંગ રોડ પર આસપાસના ખેડૂતોને જવા માટે રસ્તો ન મૂકવામાં આવ્યો હોય અને સર્વિસ રોડ પર નો હોય જેથી રોડની આસપાસના ખેડૂતોને ખેતર જવા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે વખતોવખત અનેક રજૂઆતો છતાં આ પ્રશ્નનું નિરાકરણ ન આવતા આજરોજ કોયલી અને ધંધુસર ગામના લોકોએ કોયલી મઠ પાસે આવેલા રોડ પર એકત્ર થઈ સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને નવનિર્માણ પામી રહેલા રોડ પર ખેડૂતો માટે સર્વિસ રોડ મુકવાની તીવ્ર માંગ કરી હતી.