અતુલ વેકરિયાને બચાવાના સુરત ઉમરા પોલીસના પ્રયત્ન વ્યર્થ - દારૂ પીધેલો હોવાનું સાબિત થયું

અતુલ વેકરિયાને બચાવાના સુરત ઉમરા પોલીસના પ્રયત્ન વ્યર્થ - દારૂ પીધેલો હોવાનું સાબિત થયું

સુરત શહેરના ચકચારીત અતુલ બેકરીના માલિક દ્રારા પીધેલી હાલતમાં થયેલા અકસ્માતમાં ઉર્વશી નામની યુવતીની મૌત થયું હતું જેમાં ઉંમરા પોલીસ દ્રારા બચાવવા પ્રયત્નો કરાતા હળવી કલમો લગાવી હતી જેને લઇ અતુલ વેકરિયાને 24 કલાકમાં જામીન મળી ગયા હતા પંરતુ લોકોનો આક્રોશ અને પીડિત પરિવારની ન્યાય માટેની લડતને લઇ પોલીસ ઉપર દબાણ આવતા આખરે પોલીસે અતુલ વેકરીયા સામે કલમ ઉમેરો કર્યો હતો જેમાં ડ્રિન્ક એન્ડ ડરાઇવ કેસ માટે દારૂ પીધેલાનો રિપોર્ટ આવાનો બાકી હોઈ જે આજે પોઝિટિવ આવ્યો છે. અતુલ વેકરિયાના પ્રાથમિક રિપોર્ટમાં દારૂ પીધો હોવાની સ્પષ્ટ થઇ ચૂકી છે જેને લઇ અતુલ વેકરિયાએ નશાની હાલતમાં કાર હંકારી મહિલાને મોતને ઘાટ ઉતારી હોવાના પુરાવા સ્પષ્ટ થઈ ચૂક્યા છે. જેને લઇ હવે અતુલ વેકરીયા સામે મોટર વ્હીકલ એક્ટ હેઠળ કલમ 185 પણ ઉમેરવામાં આવશે જેને લઇ અતુલ વેકરિયાને અગાઉ મળેલા જામીન રદ્દ થશે. સામાન્ય કલમોથી જામીન મળી ગયેલા અતુલ વેકરિયાને ફરી જેલમાં જવાનો વારો આવશે જેને લઇ પોલીસ અતુલ વેકરિયાની ફ્રેશ વોરંટ ઇસ્યુ કરી ધરપકડ કરશે.
સુરતના વેસુ વિસ્તારમાં અતુલ વેકરિયાએ દારૂના નશામાં લક્ઝરી કાર હંકારીને મોપેડ પર બેઠેલી ઉર્વશી ચૌધરીને અડફટે લીધી હતી અને ત્યાં તેનું મોત નીપજ્યું હતું. જેને લઇ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે અતુલ વેકરિયાંની અટક કરી પીસીઆર વાહનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા ત્યારબાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં ધારાસભ્યં દબાણ વશ થઇ પોલીસે શરૂઆતમાં અતુલ વેકરીયાએ ગાડી ન ચલાવતો હોવાની વાત કરી હતી અને ડ્રાઇવર અકસ્માત બાદ નાસી ગયો હોવાની દલીલો આપી હતી જે બાદ 2 અજ્ઞાત લોકો વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી હતી અને અતુલ વેકરીયા નશામાં હોવા છતાં તત્કાલ દારૂ પીધેલાનો કેસ નોંધ્યો નહિ કે રિપોર્ટ પણ કરાવ્યો ન હતો. ઉમરા પોલીસ સ્ટેશનના પી.આઈ દ્રારા અતુલ વેકરિયાને બચાવવાના પ્રયત્નો વ્યર્થ જતા હોઈ તેમ હવે એક બાદ એક સ્પષ્ટીકરણ થઈ રહ્યું છે. ઘટના સ્થળ પરથી અતુલ વેકરિયાની અટકાયત કર્યા બાદ મોદી રાત્રે મેડિકલ તપાસ કરવામાં આવ્યો હતો જેમાં સ્પષ્ટતા થયુ છે કે તેણે કેફી દ્રવ્ય પી ને ગાડી ચલાવી હતી જેને લઇ એફઆઇઆરમાં મોટર વ્હીકલ એક્ટની કલમ 185નો ઉમેરો કરવામાં આવશે. જેનાથી અતુલ વેકરીયાની મુશ્કેલીઓમાં વધારો થશે. દારૂ પીને વાહન ચાલક જ્યારે અકસ્માત સર્જે ત્યારે તે જામીનપાત્ર ગુનો બનતો નથી. હાલ પોલીસે માત્ર કલમ 334 (એ) લગાડી હોવાથી અતુલ વેકરિયાને 24 કલાકમાં જામીન મળી ગયા હતા. જો કે હવે 185ની કલમનો ઉમેરો થતા તેની જામીન રદ થશે અને પોલીસે તેની ધરપકડ કરવી પડશે.
સુરત પોલીસ ઝોન - 3 ના ડીસીપી વિધિ ચૌધરીના જણાવ્યા મુજબ પ્રાઇમરી મેડિકલ તપાસના આધારે સાબિત થયું છે કે અતુલ વેકરિયાએ મૃતક ઉર્વશી ચૌધરી અને અન્ય લોકોને અડફેટે લીધા હતા ત્યારે તે નશાની હાલતમાં હતા જેથી અતુલ વેકરિયા સામે મોટર વ્હીકલ એક્ટ કલમ 185 નો ઉમેરો થશે. અતુલ વેકરિયાનો બ્લડ રિપોર્ટ એફએસએલમાં આપવામાં આવશે ત્યારબાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે.