અમેરીકાથી આવશે પીએમ મોદીનું એર ઇન્ડિયા વન પ્લેન

અમેરીકાથી આવશે પીએમ મોદીનું એર ઇન્ડિયા વન પ્લેન

ભારતના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીને દેશ - વિદેશ યાત્રા માટે હવે વધારે ચુસ્ત સુરક્ષા મળશે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીની યાત્રા માટે બોઈંગ 777 એરક્રાફ્ટનું સ્પેશ્યલ વિમાન આજે અમેરિકાથી ભારત આવશે. જે પહેલાં એક વિમાન તા.1 ઓક્ટોબરે ભારત આવ્યું હતું. બંને વિમાનો માટે ભારતે 2018 માં બોઈંગ કંપની સાથે ડીલ કરી હતી. વિમાનોને કસ્ટમાઈઝ કરવા માટેનું કામ અમેરિકામાં કર્યું હતું અને તેમાં સુરક્ષા જરૂરિયાતના આધારે ફેરફાર કરાયા છે. ભારતને મળેલા આ વિમાનનું નામ Air India One રખાયું છે.
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પીએમની યાત્રા માટે વિશેષ રીતે બનાવાયેલું B - 777 વિમાન તા.1 ઓક્ટોબરે અમેરિકાથી ભારત આવ્યું ત્યારપછી તે વિમાનને જુલાઈમાં બોઈંગ કંપની દ્વારા એર ઈન્ડિયાને સોંપવાનું હતું પરંતુ તેમા કરવામાં બે વાર મોડું થયું. પહેલી વાર કોરોનાના કારણે મોડું થયું અને બીજીવાર ટેકનિકલ ખામીના કારણે મોડું થયું હતું. આ બંને વિમાન 2018 માં થોડા મહિના માટે એર ઈન્ડિયાનો ભાગ રહી ચૂક્યા છે. પછી તેને VVIP યાત્રાઓ માટે વિશેષ તૈયાર કરવા અમેરિકાના ડલાસ મોકલાયા હતા. બંને વિમાનની ખરીદીની કિંમત લગભગ 8400 કરોડ રૂપિયાની છે. B - 777 વિમાનમાં અત્યાધુનિક મિસાઈલરોધક ક્ષમતા છે જેને લાર્જ એરક્રાફ્ટ ઈન્ફ્રારેડ કાઉન્ટર મેજર્સ અને સેલ્ફ પ્રોટેક્શન સૂટ્સ કહેવાય છે. VVIP ની યાત્રા સમયે B - 777 વિમાનો એર ઇન્ડિયાના પાયલટ નહીં પણ ભારતીય વાયુસેનાના પાયલટ ઉડાવશે. હાલમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પીએમ એર ઈન્ડિયાના B - 747 વિમાનોમાં મુસાફરી કરે છે. એર ઈન્ડિયા વન અગ્રિમ સુરક્ષિત સંચાર પ્રણાલીથી લેસ છે.જે હવામાં પણ ઓડિયો અને વીડિયોનું સંચાર ફંક્શનનો લાભ આપવાની મંજૂરી આપે છે. 
ફેબ્રુઆરીમા અમેરિકાએ ભારતને બે રક્ષા પ્રણાલી 19 કરોડ ડોલરની કિંમતે વેચવાની સહમતિ આપી હતી. બંને વિમાનોમાં સુરક્ષાની એવી વ્યવસ્થા કરાઈ છે કે જે ભલભલા મોટા હુમલાને નાકામ કરી શકે છે. એટલું જ નહીં આ વિમાન પર મિસાઈલ એટેકની પણ કોઈ અસર થશે નહીં.