અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાનું પુસ્તક - ડો.મનમોહનસિંહના કરાયા વખાણ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાનું પુસ્તક - ડો.મનમોહનસિંહના કરાયા વખાણ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાના પુસ્તકમાં 1990 બાદના વર્ષોમાં ભારતના અધિક બજાર આધારિત અર્થવ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં લખ્યું છે કે ભારતના આર્થિક પરિવર્તનના મુખ્ય વાસ્તુકાર રુપે ભારતના પૂર્વ પીએમ ડો.મનમોહન સિંહ પ્રગતિના ઉપયુક્ત પ્રતીકની જેમ લાગ્યા હતા. ધાર્મિક અલ્પસંખ્યક શીખ સમુદાયોના સભ્યો, જે સર્વોચ્ચ પદ પર સ્થાન પામ્યા. એક આત્મનિર્ભર ટેક્નોક્રેટ, જેમણે ઉચ્ચ જીવનસ્તર અને ભ્રષ્ટ નહીં હોવાના કારણે અર્જિત પ્રતિષ્ઠા બનાવી રાખવા માટે લોકોનો ભરોસો જીત્યો હતો. બરાક ઓબામાએ પુસ્તકમાં લખ્યુ છે કે મનમોહન સિંહની સાથે  વિતાવેલો એ સમય અસામાન્ય જ્ઞાન અને શાલીનતાના રુપે તેમની પ્રારંભિક છાપની પુષ્ટિ કરે છે. ડૉ. મનમોહન સિંહે ભારત ઉપર થયેલા હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ જવાબી કાર્યવાહીને લઈને ઉઠેલી માંગનો વિરોધ કર્યો હતો જે સંયમની કિંમત તેમને રાજકીય રીતે ચૂકવવી પડી હતી પરંતુ તેમને ડર હતો કે મુસ્લિમ વિરોધી ભાવનાથી વિપક્ષી ભાજપ પાર્ટીની અસરને મજબૂત કરશે.
ઓબામાએ પુસ્તકમાં આગળ લખ્યું છે કે એકથી વધારે રાજનીતિક પર્યવેક્ષકોનું માનવું છે કે સોનિયા ગાંધીએ કરેલી પ્રધાનમંત્રી તરીકે ડો.મનમોહન સિંહની કરેલી પસંદગી યોગ્ય હતી કેમ કે એક વૃદ્ધ શીખ તરીકે તેમની પાસે કોઈ રાષ્ટ્રીય રાજનીતિક આધાર નહોતો અને તેમનાથી તેમના દીકરા રાહુલને કોઈ ખતરો નહોંતો જેને તે કોંગ્રેસ પાર્ટીને સંભાળવા માટે તૈયાર કરી રહ્યા હતા.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ લખેલી પુસ્તકને લીધે આજ કાલ તેઓ ખુબજ ચર્ચામાં છે. ઓબામાએ તેમના સંસ્મરણ ‘એ પ્રોમિસ્ડસ લેન્ડ’માં કોંગ્રેસના પૂર્વ અઘ્યક્ષ રાહુલ ગાંધી વિશે પણ લખ્યું છે કે તેઓમાં ગભરાયેલા વિદ્યાર્થીના ગુણ છે પોતાના શિક્ષકને ઈમ્પ્રેસ કરવાની ઈચ્છા છે પણ તેમની વિષયમાં મહારત મેળવવાની યોગ્યતા અને ઉત્સાહની ઉણપ છે. ત્યારે હવે પુસ્તકનો એ ભાગ પણ સામે આવ્યો છે જેમાં તેમણે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના મન મુકીને વખાણ કર્યા છે.
કોંગ્રેસ નેતા શશિ થરુરે ઓબામાના પુસ્તક ‘એ પ્રોમિસ્ડસ લેન્ડ’ ને લઈને અનેક ટ્વીટ કર્યા છે અને લખ્યું છે કે પ્રધાનમંત્રી મોદીનું નામ સંસ્મરણોમાં ક્યાંય નથી અને વધુમાં થરુરે લખ્યું છે કે નરેન્દ્ર મોદી ઓબામાના પુસ્તકની અગ્રીમ કોપી મેળવી શકે છે જે તા 17 એ લોન્ચ થઇ છે. તેમને જાહેર કર્યું છે કે પુસ્તકનું દરેક પેજ વાંચ્યું છે ઓબામાએ ડો.મનમોહન સિંહ વિષે એક મહાન વાત લખી છે તેમને બુદ્ધિમાન - વિચારશીલ અને ઈમાનદારીથી પણ ઈમાનદાર બતાવ્યા છે.


બરાક ઓબામાએ ભારત પ્રત્યે તેમના આકર્ષણનું મુખ્ય કારણ મહાત્મા ગાંધીને બતાવ્યા હતા. જેમણે બ્રિટીશ શાસન વિરુદ્ધ આંદોલન કર્યુ અને આશાનું કિરણ બતાવ્યું। અબ્રાહમ લિંકન, માર્ટિન લૂથર કિંગ અને નેલ્સન મંડેલાની સાથે સાથે ગાંધીએ પણ મારી વિચારધારાને પ્રભાવિત કરી છે.


ઓબામાએ "એ પ્રોમિઝ્ડ લેન્ડ" નામના પુસ્તકમાં ભારત પ્રત્યેના આકર્ષણ વિશે લખ્યું છે કે, બની શકે ભારતનો આકાર આકર્ષિત કરે છે. જ્યાં દુનિયાની જનસંખ્યાનો છઠ્ઠો હિસ્સો રહે છે, જ્યાં બે હજારની આસપાસ વિભિન્ન જાતિના સમુદાય રહે છે અને જ્યાં 700થી વધુ ભાષા બોલાય છે. વધુમાં તેમણે કહ્યું તે 2010માં રાષ્ટ્રપતિના રૂપમાં ભારતની યાત્રા કરી હતી તે પહેલા તે ક્યારેય ભારત ગયા ન હતા. આ દેશ મારી કલ્પનામાં હંમેશા વિશેષ રહ્યો છે. આનું એક કારણ તે પણ હોઇ શકે કે ઇન્ડોનેશિયામાં નાનપણમાં મેં હિન્દુ મહાકાવ્યો રામાયણ અને મહાભારતની કથાઓ સાંભળી હતી. કદાચ તેના કારણે જ પાકિસ્તાની અને ભારતીય લોકોનું ગ્રુપ કોલેજમાં હતું. જેમણે મને દાળ અને ખીમો બનાવતા શીખવાડ્યો તેમજ બોલિવૂડની ફિલ્મો બતાવી હતી.
પુસ્તકમાં ઓબામાએ 2008માં ચૂંટણી પ્રચાર અભિયાનથી લઇને રાષ્ટ્રપતિના રૂપમાં પહેલા કર્યકાળના અંતમાં પાકિસ્તાનમાં અલકાયદા પ્રમુખ ઓસામા બિન લાદેનને મારવાના અભિયાન સુધીની પોતાની યાત્રા વિષે આલેખન કર્યું છે. આ પુસ્તકનો બીજો ભાગ પણ આવશે.