અમેરિકાની સંસદમાં હિંસક પ્રદર્શન - ટ્વિટરે ટ્રમ્પના એકાઉન્ટને સસ્પેન્ડ કરવાની ચેતવણી આપી - પીએમ મોદી સહિતના અન્ય દેશોના નેતાઓએ ટ્વિટ કરી

અમેરિકાની સંસદમાં હિંસક પ્રદર્શન - ટ્વિટરે ટ્રમ્પના એકાઉન્ટને સસ્પેન્ડ કરવાની ચેતવણી આપી - પીએમ મોદી સહિતના અન્ય દેશોના નેતાઓએ ટ્વિટ કરી

અમેરિકામાં હાલમાં જ થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામ પહેલાં જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ કરેલી હિંસા વચ્ચે ઇન્સ્ટાગ્રામ, ફેસબુકે ટ્રમ્પનાં અકાઉન્ટ બ્લોક કરી દીધાં છે. તો સાથે ટ્વિટરે પણ ટ્રમ્પનું એકાઉન્ટ 12 કલાક માટે સસ્પેન્ડ કરી દેતા ટ્વિટરે ચેતવણી આપી છે કે ટ્રમ્પ હિંસા ભડકાવતા નિવેદનો કરશે તો તેમનું અકાઉન્ટ હંમેશાં માટે બંધ કરી દેવામાં આવશે. સંસદના કેપિટલ હિલમાં હિંસા અને ટ્રમ્પનાં વિવાદાસ્પદ નિવેદનોથી જોડાયેલાં 3 ટ્વીટ પણ ટ્વિટરે હટાવી દીધા છે. આ પહેલાં ફેસબુક અને યુ-ટ્યૂબે પણ ટ્રમ્પના વિડિયો ડીલીટ કરી દીધા છે.
ફેસબુકના વાઈસ પ્રેસિડન્ટ ગુએ રોજેને કહ્યું હતું કે આ ઈમર્જન્સી છે. ટ્રમ્પના વિડિયોથી હિંસા વધારે ભડકી શકે છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંસદના સંયુક્ત સત્ર શરુ થવાના ઠીક પહેલા કહ્યું કે ચૂંટણીમાં હારનો સ્વીકાર નહીં કરે. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે તેમાં ગોટાળો થયો છે.
કેપિટલ હિલમાં હિંસા પછી ટ્રમ્પે ટ્વિટર ઉપર એક મિનિટનો વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેમણે તેમના સમર્થકોને કહ્યું હતું કે મને ખબર છે તમે દુઃખી છો. આપણી પાસેથી ચૂંટણી છીનવી લેવામાં આવી છે. આ વખતે ચૂંટણીમાં દગો થયો છે પરંતુ આપણે તેમના હાથની કથપૂતળી ન બની શકીએ. આપણે શાંતિ રાખવાની છે તમે ઘરે પાછા ફરી જાઓ.
ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયેલા કમલા હેરિસે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોને US કેપિટલથી હટવા માગ કરી છે. ટ્રમ્પના સમર્થકો અને પોલીસ વચ્ચે અથડામણ જોવા મળી હતી જેને લઇ કમલા હેરિસે કહ્યું હતું કે ટ્રમ્પ સમર્થકોએ કેપિટલ બિલ્ડિંગની વ્યવસ્થાને ભંગ કરી છે. હું કેપિટલ અને પોતાના દેશના લોક સેવેકો ઉપર હુમલા માટે બાઇડેનના આહ્વાનમાં સામેલ છું. જેમણે એમ પણ કહ્યું છે કે લોકશાહીના કામને આગળ ધપાવીશું.
અમેરિકાના કેપિટલ પરિસરની બહાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ જોવા મળી છે. ત્યારબાદ પરિસરને લોકડાઉન કરી દેવાયું છે. આ હિંસક અથડામણમાં એક મહિલાનું મૃત્યું થયું છે. જ્યારે કેટલાક પોલીસ અધિકારી ઘાયલ પણ થયા છે. સમર્થકોએ હંગામો કરતા સંસદ પરિસરમાં અત્યારસુધીમાં 4 લોકોનાં મોત થયાં છે. હિંસાને જોતાં વોશિંગ્ટનના મેયરે 15 દિવસની ઈમર્જન્સીની જાહેરાત કરી છે.
અમેરિકામાં થયેલ હિંસા પર બોલ્યા ભારતના વડાપ્રધાન પીએમ મોદી અને કહ્યું 'લોકતાંત્રિક પ્રક્રિયાને ગેરકાયદેસર વિરોધ પ્રદર્શનથી પ્રભાવિત ન કરી શકાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું કે વોશિંગટન ડીસીમાં હિંસા અને અથડામણ અંગેના સમાચાર જોયા બાદ પરેશાન થયો છું. સત્તાનું વ્યવસ્થિત અને શાંતિપૂર્ણ પરિવહન ચાલવું યોગ્ય છે. લોકશાહીની પ્રક્રિયાને ગેરકાયદેસર વિરોધ પ્રદર્શનના માધ્યમથી પ્રભાવિત થવા ન દેવી જોઇએ.
માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ નહીં પરંતુ વિશ્વના ઘણા નેતાઓએ અમેરિકાની હિંસા ઉપર ચિંતા વ્યકત કરી છે જેમાં બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસને ટ્વિટ કરી કહ્યું કે અમેરિકામાંથી જેવા સમાચાર આવી રહ્યાં છે તે ચિંતા વધારનારા છે, બધાએ શાંતિથી કામ લેવું જોઇએ. તદુપરાંત કેનાડાના પીએમ જસ્ટિસ ટ્રૂડો, ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન, ન્યૂઝીલેંડના પીએમ જેસિંડાએ પણ ટ્વિટ કરી અમેરિકા હિંસાની ટીકા કરી છે.