અમેરિકન જહાજ રશિયાના સમુદ્રી વિસ્તારમાં ઘુસતા ધમકી

અમેરિકન જહાજ રશિયાના સમુદ્રી વિસ્તારમાં ઘુસતા ધમકી

અમેરિકી નૌસેના વારંવાર તેના સમુદ્રી વિસ્તારમાં ઘુષણખોરી કરવાની કોશિશ કરી રહી હોવાનો રશિયાએ આરોપ લગાવતા રશિયાએ અમેરિકાની નૌસેનાને ધમકી આપતાં કહ્યું કે તેના સમુદ્રી વિસ્તારમાં ઘૂસણખોરી કરનારા અમેરિકાના જહાજને તબાહ કરી નાખશે. રશિયાએ દાવો કર્યો છે કે તેના સબમરીને તેના સમુદ્રી વિસ્તારમાં ઘૂસી આવેલી અમેરિકી નૌસેનાના જહાજ જોન એસ મૈકેનનો પીછો કર્યો હતો.
એક અહેવાલ અનુસાર રશિયાએ આરોપ લગાવ્યો છે કે અમેરિકાની જહાજ તેની સમુદ્રી સીના પીટર ધ ગ્રેટ ગલ્ફના ક્ષેત્રમાં 2 કિ.મી અંદર સુધી આવી ગયું હતું જેથી આ જહાજને નષ્ટ કરવાની ચેતવણી આપતાં તે અહીંથી ચાલ્યું ગયું હતું. જો કે અમેરિકી સેનાએ આ પ્રકારની કોઈ ભૂલ થયાનો ઈનકાર કરતાં કહ્યું છે કે તેના જહાજને ક્યાંય જવા માટે કહેવાયું નથી. આ ઘટના મંગળવારે જાપાન સાગરમાં બની હતી જે પૂર્વીય સાગરના નામથી પણ ઓળખાય છે. જે જાપાન - કોરિયા અને રશિયાની સીમાનો એક ભાગ છે.