અમીરગઢ : લોકલાડીલા ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણીનો સન્માન સમારોહ યોજાયો

અમીરગઢ તાલુકાના સરોત્રા રોડ ખાતે આવેલ શિવમ વિદ્યાલય ખાતે અમીરગઢ તાલુકાના બાબા સાહેબ આંબેડકર ઉજવણી સિમિત દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો.
વડગામ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય કોઈ પક્ષ કે વિપક્ષ માં ન હોવા છતાં પોતાની મહેનત અને લગનથી ગુજરાતનો મોટામાં મોટો ઓક્સિજન પ્લાન્ટ છાપી ખાતે ઉભો કરવામાં આવ્યો હતો તેના અનુસંધાને અમીરગઢ તાલુકાના સરોત્રા રોડ ખાતે આવેલ શિવમ વિદ્યાલય ખાતે તેમનું ડીજે તેમજ વરઘોડા સાથે તેમનું સામયુ કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
જ્યારે કોરોના ની બીજી લહેર વચ્ચે લોકો ને હચમચાવી મુક્યા હતા તેમજ કોરોના ના કારણે કેટલાક લોકો ને જીવ ગુમાવાનો વારો આવ્યો હતો તેમજ ઓકિસજની પણ અછત વર્તાઈ રહી હતી ત્યારે વડગામ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણીએ લોકોના હિતને ધ્યાને રાખી ગુજરાતમાં મોટામાં મોટો ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરીને લોકોને મોટી ભેટ આપી હતી.
ત્યારે તેનાં અનુસંધાને અમીરગઢ તાલુકાના સરોત્રા રોડ ખાતે આવેલ શિવમ વિદ્યાલય માં જીજ્ઞેશભાઈ મેવાણી નું ફુલ હાર પહેરાવી તેમજ શાલ ઓઢાડી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આ સન્માન સમારોહમાં વડગામ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણી તથા બનાસકાંઠા જિલ્લાના દલીત સંગઠન દલપતભાઈ ભાટીયા તથા અમીરગઢ પી.એસ.આઈ એચ.એન પટેલ તથા પોલીસ સ્ટાફ તથા સરોત્રા ગામના સરપંચ તથા ઠાકોર સમાજના આગેવાનો તથા વડીલો તથા ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ અમીરગઢ તાલુકાના ડો.બાબાસાહેબ આંબેડકર ઉજવણી સિમિત ના ભાગરૂપે નવચેતના વિકાસ મંડળ ના પ્રમુખ દેવાભાઈ. ડી. રણાવાસીયા તથા મંત્રી ઈશ્વરભાઈ ખેંગારભાઈ રણાવાસીયા તેમજ અમીરગઢ તાલુકામાં વડગામ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણીને અમીરગઢ ખાતે લાવવાનો અશોકભાઈ રણાવાસીયા તથા લલિતભાઈ રણાવાસીયાનો મોટો ફાળો રહ્યો હતો તેમજ આ સન્માન સમારોહ શાંતિ પુર્વક યોજાયો હતો.