અમરેલી : કારોબારી સમિતિના ચેરમેન પદે બબાભાઈ વાળા ની બિન હરીફ વરણી

ધારી તાલુકા પંચાયત ખાતે તાજેતરમાં પૂર્ણ થયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ મળેલ બેઠકમાં કારોબારી સમિતિની રચના કરવામાં આવેલ હતી
આ બેઠકમાં કારોબારી સમિતિના ચેરમેન પદે ડીટલા તાલુકા પંચાયત સીટ ઉપર વિજેતા થયેલા શ્રી બબાભાઈ નનકા ભાઈ વાળાની બિન હરીફ વરણી કરવામાં આવેલ આ મિટિંગમાં ઉપસ્થિત તાલુકા પંચાયત પરમુખ શ્રી મતિ જયશ્રીબેન અતુલભાઇ કાનાણી તથા તાલુકા વિકાસ અધિકારી સાહેબ ધારી તાલુકા ભાજપ પરમુખ જીતુભાઈ જોષી તથા તાલુકા પંચાયતના તમામ સદસ્યો હાજર રહ્યા હતા
ચૂંટાયેલા કારોબારી ચેરમેન શ્રી બબાભાઈ વાળાનું ફુલ હાર થી સન્માન કરવામાં આવેલ હતું