અમરેલી : જાફરાબાદ તાલુકા પંચાયત ખાતે સ્ટાફના અભાવે લોકોને ધર્મના ધક્કા

જાફરાબાદ તાલુકા પંચાયત ખાતે સ્ટાફના અભાવે લોકોને ધર્મના ધકા.તોકતે વાવરજોડાને ત્રણ મહિના જેવો સમય થયા બાદ 70% ફોર્મની ડેટા એન્ટ્રી બાકી છે ત્યારે ત્રીસ પાંત્રીસ કિલોમીટર આવતા લોકો ખાવા પડે છે ધરમના ધકા વારંવાર થતી TDO બદલીને કારણે લોકો મુકાયા મુશ્કેલીમાં....
અમરેલી જિલ્લા બક્ષી પંચ મોર્ચા ના ઉપપ્રમુખ કનુભાઈ વરુ દ્વારા મીડિયા સામે રજુઆત કરી રોષ થાળવામાં અવિયો હતો અને તાલુકા પંચાયત અધિકારી અને સ્ટાફના પાપે જાફરાબાદ તાલુકા ના લોકો હેરાન થઈ રહ્યા છે તેવું જાણવવા માં આવે છે. ગામ પંચાયત માં તલાટી મંત્રી પણ અનીમીત હોવાથી લોકોને ને હાલાકી.તાલુકા પંચાયત કચેરી માં સ્ટાફ અપુરતી હોવાથી લોકોને ને કોય જવાબ નથી મળતો સરકારી બાબુઓ ના પાપે લોકો ને હેરાન થવું પડે છે અરજદારે આમ તેમ ભટકવું પડે છે તાલુકા પંચાયત કચેરી માં સ્ટાફ ના અભાવે ખુરશી ખાલી લોકોને ધર્મ ના ધક્કા અનેક ફોર્મ ગુમ થયા ધણા ફોર્મ રિજેકટ થયા પણ કોય કોય ને જવાબ નથી આપતા જ્યારે વાડી વિસ્તારના તો બધા ફોર્મ હજુ એમનેમ ખેડૂતો સહાયની રાહમાં નેતાઓ પણ આમાં ધ્યાન આપે તેવી લોકોની માંગ