અમરેલી : પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવતા નિર્દોષ વ્યક્તિઓનુ મોત

બાબરા મામલતદાર ને આવેદન પત્ર આપીને મુદ્રા (કચ્છ) પોલીસ કસ્ટડીમાં પોલીસના મારથી સમાંધોધા ગામના ત્રણ યુવાનોને પોલીસ દ્વારા ઢોર માર મારવા થી બે નિર્દોષ વ્યક્તિઓનુ મુત્યુ પામેંલ છે અને એક વ્યકિત હાલ ગંભીર રીતે ધાયલ છે.જે આ ધટનાની સામેં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
અમરેલી ના બાબરા મામલતદારને આવેદન પત્ર પાઠવીને જણાવેલ કે મુંદ્રા (કચ્છ) જે પોલીસ દ્રારા સમાંધોધા ગામના ચારણ (ગઢવી)સમાજના ત્રણ યુવાનોની ખોટી રીતે ધરપકડ કરી તેમજ પોલીસ દ્રારા કાયદા-વ્યવસ્થા હાથમા લઇ તે ત્રણ યુવાનોને બેફામ ઢોર માર માર્યો હતો જેમાં બે યુવાનોનુ મુત્યુ થયેલ છે.અને એક યુવાન ગંભીર રીતે ધાયલ થયેલ છે.જેમાં અરજણભાઈ ગઢવીનુ કરુણ મુત્યુ નિપજ્યાં બાદ તા:-06-02-2021 ના રોજ બીજા ગઢવી યુવાન હરજોગભાઈનુ પણ અવસાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે થયેલ છે.અને હજુ એક યુવાન ગંભીર સારવાર હેઠળ છે .
પોલીસ દ્રારા ન્યાય તંત્રને અવગણી અને પોતેજ સરસ્વતી નીતી અપનાવી કાયદા-વ્યવસ્થાને હાથમાં લઇ અનૅ કૉઈ પણ પ્રકારની ફોજદારી કાર્યવાહી કરવાને બદલે ઢોરમાર મારવાથી આ કરુણ ધટના બનેલ છે.અને પોલીસ દ્રારા ગંભીર હત્યાના ગુના આચરવામાં આવ્યો છે.માટે અમારુ આવેદન છે કે આવા તમામ પોલીસ અધીકારી કે કર્મચારી વિરુધ્ધ ત્વરિત ધરપકડ કરી તેઓ તમામની સામેં તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરી ત્રણેય યુવાનોને ન્યાય આપવો અને પોલીસ દ્રારા પીડીત પરિવારોને કોઇ જાતની ધાક-ધમકી ન આપે અને પોલીસ રક્ષણ આપે તેવી માંગ કરી રહ્યા છે.