અમરેલી : સુડાવડ ગામે તૌકતે વાવાઝોડામાં ભારે પવન ફૂંકાતા મકાનો ધરાશાહી

અમરેલીના બગસરા શહેર અને તાલુકામા તૌકતે વાવાઝોડાએ ચારો કોર તબાહી સર્જી દેતા અનેક ધરાસાય થયા તેમજ છાપરાઓ ઉડ્યા છે અનેક જગ્યાએ વિજ પોલ ધરાસાય થતા હજી ઘણા ગ્રામ્ય વિસ્તારોમા અંધારપટ છવાયેલો છે તેવા સમયે બગસરા તાલુકાના સુડાવડ ગામે તાજેતરમાં આવેલ તૌકતે વાવાઝોડામાં ભારે પવન ફૂંકાતા અનેક મકાનો ધરાશાયી થયા છે તો બીજી બાજુ ખેતી પાકોમાં પણ ભારે નુકસાન થયું હોય ત્યારે ગામલોકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે તાલુકા પંચાયતના સદસ્ય રામજીભાઇ માડણકા દ્વારા રજૂઆત કરવામાં આવી છે તંત્ર દ્વારા સતત કાર્ય કરી છે ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખી ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાએ ગામ લોકોને સાથે રાખીને ગામની મુલાકાત લેવામાં આવેલ વાવાઝોડા દરમ્યાન નુકસાન થયેલની વેદનાઓ સાંભળેલ આ તકે તાલુકા પંચાયતના સદસ્ય સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ બાબતે ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા દ્વારા સરકારમાં રજૂઆતો કરીને તાત્કાલિક આ ગામને વધુમાં વધુ સહાય મળે તેવી માગ કરશે.