અરવલ્લી : PCN હાઈસ્કૂલ મુકામે કલા ઉત્સવ હેઠળ વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

આઝાદીના અમૃત મોહોત્સવ અંતર્ગત મેઘરજ -માલપુર તાલુકાના સંયુક્ત ઉપક્રમે કલા ઉત્સવ હેઠળ વિવિધ સ્પર્ધાઓ મેઘરજ ની પી સી એન હાઈસ્કૂલ મુકામે યોજાઈ
સરકાર દ્વારા બાળકોમાં રહેલા વિવિધ કૌશલ્યો ને ઉજાગર કરી બહાર લાલવાવ માટે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી છે જેમ કે કાવ્યગાન, નિબંધ લેખન, વકૃત્વ જેવી સ્પર્ધામાં રહેલી શુષુપ્ત શક્તિઓ ને બહાર લાવવા માટે આઝાદી અમૃત મોહોત્સવ અંતર્ગત ઉજવણી ના ભાગ રૂપે કલા ઉત્સવ હેઠળ વિવિધ કાર્યક્રમો શાળા કક્ષાથી લઇ સી આર સી,ક્યુ ડી સી કક્ષા,બી આર સી /એસ વિ એસ કક્ષા એ વિવિધ સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે મેઘરજ મુકામે મેઘરજ તાલુકો તેમજ માલપુર તાલુકાના સંયુક્ત ઉપક્રમે ચિત્ર સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધા,કાવ્ય ગાન,વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્પર્ધામાં ભાગ લેનાર વિધાર્થીઓ ને પ્રથમ, દ્વિતીય,તેમજ તૃતીય નંબર આપી પ્રોત્સાહન રૂપી ઇનામ આપવામાં આવ્યું હતું