અરવલ્લી : ઉનાળામાં ખાલી તળાવ ભરવામાં ન આવતા ગ્રામજનો દ્વારા રામધૂન

મેઘરજ તાલુકાના પટેલઢુંઢા ગામે છેલ્લા કેટલાય વર્ષો અગાઉ નેતાઓએ આપેલ વચનો મુજબ ઉનાળાના સમયે સિંચાઈ માટે ખાલી તળાવ ભરવામાં ન જ્ઞાવતા ગ્રામજનોએ તળાવમાં એકત્ર થઈ તાકીદે તળાવ ભરવા રામધુન બોલીવી હતી.તાલુકાના તમામ ગામોમાં ઘાસચારાની અછત સર્જાતા પશુપાલકોની હાલત કફોડી બની છે ત્યારે પટેલઢુંઢા ગામે આવેલ તળાવ ભરવાના નેતાઓના વચનો વ્યર્થ સાબિત થતા અંતે ગ્રામજનોએ પટેલઢુંઢા તળાવ ખાતે એકઠા થઈ રામધુન બોલાવી તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો અને રામધુન બોલાવી તાકીદે સિંચાઈ માટે તળાવ ભરવા માંગ કરી છે અને પાણી ભરવામાં નહી આવેતો ચુંટણીના મતદાનથી અળગા રહેવાની પણ ચીમકી ઉચ્ચારી છે.