અરવલ્લી : કસાણા ઓઢા ગામે નદી પર પુલ ન હોવાથી ગ્રામજનો પરેશાન

એક તરફ ગતિશીલ ગુજરાત ની વાતો તંત્ર દ્વારા કરવામાં આવે છે ત્યારે હજુ પણ કેટલાક એવા ગામો છે કે જ્યાં પ્રજાજનો ને નદી પર પુલ ના હોવાના કારણે પાયા ની સુવિધા થી વંચિત રહી કમર જેટલા પાણી માં ઉતરી જીવ ના જોખમે જવા મજબૂર થવું પડે છે વાત છે મેઘરજ તાલુકા ના રાજસ્થાન સરહદે આવેલ ઓઢાકસાણા ગામ ની આ ગામ અને ભડવચ ગામ ના લોકો ખેતી પશુપાલન અને મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે આ ગામ ના લોકો નો કાયમી વ્યવહાર કસાણા અને મેઘરજ સાથે છે ગામ માં એક નદી આવે છે દર ચોમાસા માં આ નદી માં ભારે પાણી ની આવક થાય છે જેથી ગ્રામજનો ને જીવ ના જોખમે પોતાના કામકાજ અર્થે જવું પડે છે આ ગામના પશુપાલકો ને દૂધ ભરવા નદી પાર કરી જવું પડે છે ઘણી વખત દૂધ પડી રહે છે વિદ્યાર્થીઓ ને અભ્યાસ માટે પેટિયું રડવા મજૂરી કરવા ખેડૂતો ને ખેતીકામ માટે અને મહિલાઓ અને પશુપાલકો ને ઘાસચારો લેવા ઊંડા પાણી માં ઉતરી જીવ મુઠ્ઠી માં લઇ જવું પડે છે ગામ માં કોઈ બીમાર માણસ હોય તો ઇમરજન્સી 108 ની સુવિધા પણ મળતી નથી અને સમયસર સારવાર ના મળવા ના કારણે ક્યારેક દર્દી ને જીવ ગુમાવવા પડે છે ગ્રામજનો એ ગામ પાસે આવેલ નદી પર પુલ બનાવવા ની માંગ કરી છે તંત્ર દ્વારા આશ્વાસન આપવા માં આવે છે પણ કામ થતું નથી જેથી ગ્રામજનો એ s9 ન્યુઝ પાસે પોતાની આપવીતી જણાવી અને દર વર્ષે જીવ ના જોખમે જવું ના પડે તે માટે તંત્ર પાસે પુલ બનાવવા ની માંગ કરી છે