અરવલ્લી : ચૂંટણી લઈને પોલીસ અને એસ.આર.પી દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ

સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ને ગણતરી ના દિવસો બાકી રહ્યા ઠે ત્યારે મેઘરજ માં ચૂંટણી લઈને પોલીસ અને એસ આર પી દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી અરવલ્લી જિલ્લાના મેઘરજ માં પોલીસ અને એસ આર પી ની કંપની દ્વારા શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ફ્લેગ માર્ચ નું આયોજન કરાયું હતું જેમો મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને મહિલા પોલીસ કર્મી અને એસ આર પી જવાનો જોડાયા હતા સાથે જ પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારો નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું મેઘરજ પોલીસ સ્ટેશનના પી.આઈ.જે.પી.ભરવાડ ની રાહબરી હેઠળ મેઘરજ નગરમાં પોલીસની ફ્લેગમાર્ચ યોજાયી હતી જેમાં પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.