અરવલ્લી : મેઘરજ તાલુકાના એક ખેડુતે કરી મસરૂમની ખેતી

મસરૂમ ના ખામાર રસીયાઓ માટે હવે મસરૂમ માટે હરીયાણા,રાજસ્થાન,હીમાચલ પ્રદેશ કે પછી જમ્મુ-કાશ્મીર જવની જરૂર મથી કારણ કે હવે અરવલ્લી ના મેઘરજ તાલુકાના એક ખેડુતે મસરૂમ ની ખેતી કરી છે ત્યારે જુઓ આ ખાસ રિપોર્ટ માં
વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારમાં ખેડૂતો અલગ અલગ પ્રકાર ની ખેતી કરતા હોય છે અને ગણા ખેડૂતો ને એમાં ફાયદો પણ થાય છે તેમજ ગણા ખેડૂતો ને નુકશાન વેઠવાનો વારો આવે છે ત્યારે ઘણા ખેડૂતો અલગ પ્રકારની ખેતી તરફ વર્યા છે જેમાં વાત કરીયે તો મેઘરજ તાલુકાના કસાણા ઉકરડી ગામના એક ખેડૂતે પોતે ખેતીમાં નવીન ક્રાંતિ લાવવા અને મજૂરી થી બચવા માટે ફક્ત બે મહિનામાં તૈયાર થતી મશરૂમ ની ખેતી કરી અનેક ખેડૂતો ને અગાવું ઉદાહરણ પુરું પાડવામાં આવ્યું છે મશરૂમ ની ખેતી એક એવી ખેતી છે કે જેને પ્લાસ્ટિક ની થેલી માં ઘાસ ની અંદર બિયારણ મુકવામાં આવે છે અને આ મશરૂમ ના બિયારણ ને ઠંડી જગ્યામાં રાખવામાં આવે છે અને સવાર સાંજે ફુવારાથી પાણી છાંટવામા આવે છે
તેમજ આ એક યુનિટ પાછળ આશરે પાંચ હજાર નો ખર્ચો થતો હોય છે ત્યારે ઉકરડી ગામના ખેડૂતે દસ યુનિટ તૈયાર કર્યા છે જેમાં આશરે પચાસ હજાર નો ખર્ચો થયો છે તેમજ આ મશરૂમ નો પાક બે મહિના પછી તૈયાર થઇને બીજા રાજ્યમાં મોકલવામાં આવે છે જેમાં લીલી મશરૂમ નો ભાવ કિલોના 100 રૂપિયા અને સૂકી મશરૂમ ના 800 રૂપિયાના ભાવે વેચી શકાય છે ત્યારે આવા સમયે કસાણા ઉકરડીના ખેડૂતે મશરૂમની ખેતી કરી ખેતીના ખર્ચા કરતા ત્રણ ગણા રકમની આવક મેળવી નવીન ખેતી તરફ પ્રયાસ કર્યો છે ત્યારે આ ખેતી દ્વારા સમાજ તેમજ ખેડૂતોને અગાવું ઉદાહરણ પુરું પાડ્યું છે