અરવલ્લી : મોડાસામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ભાવ વધારાનો વિરોધ

એક બાજુ સરકાર મોંઘવારી ઓછી કરવાની વાત કરી રહી છે અને બીજી બાજુ સરકાર મોંઘવારી વધારી રહી છે ત્યારે આવા સંજોગોમાં કોરોના કહેર વચ્ચે આર્થિક સમતોલન ખોરવાઈ ગયું છે લોકોની રોજી પણ છીનવાઈ ગયી છે ત્યારે આવા સંજોગોમાં મોંઘવારી એ માજા મૂકી હોય એમ દિવસે અને દિવસે પ્રેટોલ ડીઝલ ના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે હવે સાધન ચલાવવું કે નઈ એ મોટો પ્રશ્ન ઉભો થયો છે ત્યારે પ્રેટોલ ડીઝલ ના ભાવ વધારા અંગે આજે અરવલ્લી જિલ્લામાં મોડાસામાં કૉંગ્રેસ પાર્ટી દ્વારા ભાવ વધારાનો વિરોધ કર્યો હતો અને ભાજપ અને સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરી વિરોધ દર્શાવ્યો હતો ત્યારે પ્રેટોલ ડીઝલના ભાવ વધારા અંગે વિરોધ દર્શાવતા કૉંગ્રેસના ૧૮ કાર્યકરોની પોલિસે અટકાયત કરી હતી મોડાસા ચાર રસ્તા ટાઉન હોલ ખાતે કૉંગ્રેસના આગેવાનો એકઠા થયી વિરોધ દર્શાવ્યો હતો સાથે સતત વધી રહેલી મોંઘવારી થી લોકો પરેશાન થયાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો