અરવલ્લી : મોડાસામાં સંપૂર્ણ સ્વૈચ્છિક બંધ રાખવા નિર્ણય લેવાયો

કોરોના સનક્રમણ વધતા મોડાસા માં નગરપલીકા તથા વેપારીએશોષીએશન દ્વારા મોડાસા શહેર તથા તેને અડીને આવેલા આસપાસની ગ્રામપંચાયત વિસ્તાર ને પાંચ દિવસ માટે સંપૂર્ણ સ્વચ્છઈક બંધ રાખવા નિર્ણય
મોડાસા શહેર અને આસપાસના વિસ્તારોમાં કોરોના મહામારીના વધી રહેલા સંક્રમણને ધ્યાને લઇ મોડાસા ટાઉનહોલ ખાતે મળેલી બેઠકમાં પુખ્ત વિચારણાને અંતે તા.5/5/2021 બુધવારથી તા.9/5/2021 રવિવાર રાત્રીના 12 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન કરવા નિર્ણય કરેલ છે. જેમાં થયેલ નિર્ણય મુજબ માત્ર દૂધ, શાકભાજી, ફ્રુટ, અનાજ દળવાની ઘંટી સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. પવિત્ર રમઝાન માસને ધ્યાને લઇ સાંજે 5:00 થી 7:30 કલાક દરમિયાન માત્ર દૂધ, શાકભાજી, બેકરી ફ્રુટના વેપારીઓ જ ખુલ્લા રહેશે.આ સિવાયના સમય દરમિયાન અન્ય તમામ ધંધા રોજગાર સદંતર બંધ રહેશે. આ નિર્ણયનો અમલ નહીં કરનાર પેઢી, વેપારી,સંસ્થા, દુકાનદાર, ફેરિયા, ઇસમ વીરુદ્ધ. ઉપર નગરપાલિકા, પોલીસ તંત્ર અને અન્ય તમામ સક્ષમ સત્તાધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.બંધને સંપૂર્ણ સમર્થન મળ્યું છે અને નગરપાલિકા દ્વારા શહેરને સેનેટાઈજ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી