અરવલ્લી : રેલ્લાવાડા ગામે BOB નું ATM બંધ રહેતા ગ્રાહકોને હાલાકી

મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામે આવેલ બેન્ક ઓફ બરોડા નું એ ટી એમ વારંવાર બંધ રહેતા ગ્રાહકોને હાલાકી
અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં રેલ્લાંવાડા તેમજ ઇસરી ખાતે બેન્ક ઓફ બરોડા તેમજ વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત એ ટી એમ મશીન ફારવવામાં આવ્યા છે જે કેટલીક વાર બંધ હાલતમાં જોવા મળે છે ત્યારે વાત કરવામાં આવે તો રેલ્લાંવાડા મુકામે આવેલ એ ટી એમ મશીન ગણી વાર ટેકનિકલ ખામી તેમજ નેટવર્ક ઇસ્યુ ને કારણે વારંવાર બંધ રહેતા એ ટી એમ માં રૂપિયા ઉપાડવવા આવેલા ગ્રાહકોને પરેશાનીનો સામનો કરવો પડે છે ગ્રાહકોના જણાવ્યા મુજબ એ ટી એમ મશીન વારંવાર બંધ રહેતા
ઇમરજન્સીના સમયે રૂપિયા ઉપાડી શકાતા નથી જેના કારણે પ્રાયવેટ એ ટી એમ મશીનમાં રૂપિયા ઉપાડવા ગ્રાહકોને મજબુર થવું પડે છે જેમાં વધારાનો ચાર્જ પ્રાયવેટ એ ટી એમ માં ઘણી વાર કપાતો હોય છે ઉપરાંત તહેવાર ના સમયે પણ ઘણી વાર એ ટી એમ મશીન બંધ હોય છે ત્યારે ઝડપથી ટ્રાયબલ વિસ્તારમાં ગ્રાહકો એ ટી એમ નો યોગ્ય ઉપયોગ કરે અને જલ્દી થી એ ટી એમ મશીન કાર્યરત થાય તેવી ગ્રાહકોએ માંગ કરી હતી