અરવલ્લી : લોન આપવાના બહાને ભોળી પ્રજા સાથે છેતરપિંડી

મેઘરજ તાલુકામાં લોન આપવાના બહાને ગામડાની ભોળી પ્રજા પાસેથી નાણાં નું ઉગરાણું કરી શાતીર ઈસમો ભૂગર્ભમાં ઉતરી ગયા
અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના કેટલાક ગામડાઓના ખેડુતોને એજન્ટ બની આવેલા ઈસમોએ લોન આપવાના બહાને પહેલા એગ્રીમેન્ટ અને પેપર ખર્ચ આપવો પડશે કહી એક એક ખેડુત પાસેથી રૂ.પાંચ હજારથી સાત-સાત હજાર ઉઘરાવી બની બેઠેલ એજન્ટો ભુગર્ભમાં ઉતરી જતા ખેડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
મેઘરજ તાલુકામાં તકનો લાભ લઈ મેઘરજ તાલુકાના ગામે ગામ કેટલાક અજાણ્યા ઈસમો GJ18 BB 7838 ગાડી લઇને કમીશ્નર અને શ્રમ કુટીર ઉદ્યોગના ઝેરોક્ષ કરાવેલ કોરા ફોર્મ લઈને તાલુકાના ગામે ગામ ફરતા હતા અને અમો પશુપાલન ખાતામાંથી આવીએ છીએ સરકારમાં મોટી લાગવગ છે અધિકારીઓ અમારા છે અમો આપને લોન પાસ કરી આપીશુ જેના નાણા સીધા આપના બેંક ખાતામાં જમા થશે કહી લોન આપવાના બહાને તાલુકાના ગરીબ અને અભણ ખેડુતો પાસેથી પાંચથી સાત-સાત હજાર રૂપિયા તેમજ ફોર્મ અને ડોક્યુમેન્ટ ઉઘરાવી ભુગર્ભમાં ઉતરી ગયા છે અને ખેડુતોને બેંક ઓફ ઇન્ડિયા દહેગામ ની બેન્ક એકાઉન્ટ નો ચેક આપો હતો
અને ટેલીફોનીક સંપર્ક પણ બંધ આવતો હોવાથી ખેડૂતો છેતરાયા હોવાનો અહેસાસ થતા તાલુકાના આવા બાર જેટલા ખેડુતોએ આવા ઠગ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ફરીયાદ નોંધાવવાની પણ તૈયારી કરી દીધી છે.