આતંકવાદીઓએ CRPF અને પોલીસની સંયુક્ત ટીમ ઉપર હુમલો કર્યો - 12 લોકો ઘાયલ

આતંકવાદીઓએ CRPF અને પોલીસની સંયુક્ત ટીમ ઉપર હુમલો કર્યો - 12 લોકો ઘાયલ

જમ્મુ-કાશ્મીરના કાકાપોરમાં આતંકવાદીઓએ CRPF અને પોલીસની સંયુક્ત ટીમ ઉપર હુમલો કર્યો હતો. ગઈકાલે થયેલા આ ગ્રેનેડ હુમલામાં 12 લોકો ઘાયલ થયા હોવાની વિગત મળી રહી છે. પોલીસ અધિકારીઓના પાસેથી મળેલી જાણકારી મુજબ આતંકીઓ દ્વારા ફેંકવામાં આવેલા ગ્રેનેડ પોતોના લક્ષિત નિશાન ચૂકી ગયો હતો અને રસ્તા ઉપર જ વિસ્ફોટ થયો હતો. સત્તાવાર નિવેદન પ્રમાણે ગ્રેનેડના વિસ્ફોટથી 12 નાગરિકોને ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સુરક્ષાદળોએ આ વિસ્તારને ખાલી કરાવી હતી અને હુમલાખોરોની શોધખોળ કરવા માટે સઘન અભિયાન શરુ કર્યું છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે ગત સોમવારે આતંકવાદીઓએ કુલગામ જિલ્લામાં પોલીસ ચોકી ઉપર ગ્રેનેડ ફેંક્યો હતો. ત્યારે આ ઘટનામાં કોઈપણ ઈજાગ્રસ્ત થયું ન હતું મળતી જાણકારી પ્રમાણે પુંછ જિલ્લાના શાહપુર અને કરણી સેક્ટરમાં પાકિસ્તાને સાંજે 6.10 વાગ્યાની આસપાસ સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. બીજી તરફ ભારતીય જવાનોને આતંકવાદીઓ સતત પોતાના નિશાન બનાવી રહ્યા હતા. ભારતીય સેના જમ્મુ કાશ્મીરના લોકો સાથે જોડાવાની દરેક તકનો ફાયદો ઉઠાવી રહી છે. બુધવારે સેનાએ પુલવામા સ્થિત એક સરકારી સ્કૂલમાં મેડિકલ કેમ્પનું આયોજન કર્યુ  હતું. મેડિકલ કેમ્પના આયોજન 50 રાષ્ટ્રીય રાઈફલ્સના ઓપરેશન સદભાવના અંતર્ગત કરવામાં આવ્યું હતું.