ઉપલેટા : નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો

ઉપલેટામાં સરકાર શ્રી ની સૂચના મુજબ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
રાજ્ય સરકારની સૂચનાઓને ધ્યાને લઇ ઉપલેટા નગરપાલિકા દ્વારા તમામ નગરજનોને આમંત્રી ભગવતસિંહ કન્યા શાળામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સવારના 9 વાગ્યા થી શરૂ કરી સાંજના 5 વાગ્યા સુધી નો હતો જેમાં ઉપલેટા નગરજનો માટે જુદા જુદા 56 પ્રકારની સેવાઓ બાબતે નાગરિકોને વ્યક્તિલક્ષી રજૂઆતો તેમજ તેમના નિકાલની સ્થળ પર જ સૂચનો કરાયા હતા જેમાં તમામ પ્રકારની સેવાઓ જેવી કે રાશનકાર્ડમાં નામ દાખલ કરવા, આધારકાર્ડને લગતા કાર્ય , દિવ્યાંગ પ્રમાણપત્ર, હેલ્થ વેલનેશ કાર્ડ , ઘરેલુ નવા વીજ જોડાણ, તેમજ રાષ્ટ્રીય વૃદ્ધા પેન્સન જેવી 56 પ્રકારની સેવાઓ ઉપલેટા નગરજનોને તત્કાક સ્થળ પર જ તમામ પ્રકારની સુવિધાનો નિકાલ આવે માટે નગરપાલિકા પ્રમુખ મયુરભાઈ સુવા દ્વારા આવું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું . આવા લોકપ્રિય આયોજનોથી ઉપલેટા નગરજનો અને વેપારી વર્ગ નગરપાલિકા પ્રમુખની કામગીરીને બિરદાવી ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા.