ઉપલેટા : પાલિકાની ચૂંટણીમાં ભારે જંગી બહુમતીથી ભાજપનો ભગવો લહેરાયો

ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે ભારે જંગી બહુમતીથી ભાજપનો ભગવો લહેરાયો છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાંથી 17 વોર્ડમાં ભાજપનો ભવ્ય વિજય થતા સમગ્ર વિસ્તારોમાં વિજય ઉત્સવ ઊજવવામાં આવી રહ્યો છે ત્યારે ઉપલેટા શહેરમાં પણ ભાજપના નેતાઓ, આગેવાનો, યુવાનો, કાર્યકર્તાઓ દ્વારા ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોક ખાતે ફટાકડા ફોડી અને જીતની ખુશી વ્યક્ત કરી હતી. આ જીતની ખુશીની સાથે ભાજપના નેતાઓ દ્વારા એવું પણ જણાવાયું છે જે રીતે મહાનગરપાલિકામાં ભાજપની જન્હિંજીત થઈ છે તેવી જ રીતે આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ ભાજપની જંગી જીત થશે અને એ જીત બાદ ફરી એક વાત આવી જ રીતે ભાજપનો ભગવો લહેરાસે અને ત્યારે પણ વિજય ઉત્સવ સાથે ફરી આમ જ ફટાકડા ફોડવામાં આવશે.