ઉપલેટા : માં સમાન ગણાતી કાકી જ બની હત્યારી

દ્રશ્યોમાં દેખાતી આ મહિલા દેખાવમાં તો માસુમ દેખાય છે પરંતુ જો તેમની કરતૂતો સાંભળશો તો તમે પણ ચોકી જશો માસુમ દેખાતી આ મહિલા પર એક માસૂમ બાળકીના હત્યાનો આરોપ લાગ્યો છે
વાત છે રાજકોટ જિલ્લાના ઉપલેટાની શહેરના પાદવ રોડ ઉપર આવેલી સર્વોદય સોસાયટીમાં બાળકીના મૃત્યુની બની હતી.આ અંગે પોલીસ અધિકારી એ જણાવ્યું હતું કે વંદના નામની મહિલાએ તેમના જેઠની દીકરી આયુષીને માથા પર દસ્તાના ઘા ફટકારી કરપીણ હત્યા કરી હતી
પોલીસે કહ્યું હતું કે વંદનાનો પુત્ર ઓમ અને કિરણબેનની બીજી દીકરી કાવ્યા વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બધાએ વંદનાને જ દોષિત ઠેરવી હતી. આથી વંદના ગુસ્સે ભરાઈ હતી અને આયુષિને પતાવી દેવાનો પ્લાન કર્યો હતો...હત્યા નું કાવતરું રચી વંદના અગાસી પર એક ધાબળો અને લોખંડનો દસ્તો સવારે જ અગાસી પર મૂકી આવી હતી. મૃતકની માતા કિરણબેન, તેમની પુત્રી કાવ્યા અને વંદનાનો પુત્ર માનવ સાથે બીજા માળે એક રૂમમાં હતા. આયુષિના દાદા-દાદી અને વંદનાનો નાનો પુત્ર મંત્ર ગ્રાઉન્ડ ફ્લોર પર હતા. આયુષિ હોલમાં બેસીને ટીવી જોઈ રહી હતી. આ સમયે મોકો જોઈને વંદના તેની પાસે આવી હતી અને કહ્યું ‘હાલ હું તને એક વસ્તુ બતાવું’ ત્યારબાદ આયુષિને અગાસી પર લઈ જઈ ધાબળા પર બેસાડીને કહ્યું તું ઊંધી સૂઈ જા. આયુષિ જેવી ધાબળા પર સૂતી તેની સાથે જ પાછળથી દસ્તાનો માથા પર ઘા ઝીંકી દીધો. આયુષિ પડખું ફરીને સીધી થઈ તે સાથે જ કપાળની વચોવચ્ચ બીજો ઘા મારી ખોપરી ફાડી નાખી. બાદમાં બે હાથથી આયુષિની લાશ હાથમાં લઈ બીજામાળે પહોંચી લાશ દાદરા પર ફેંકી દીધી હતી જો કે ત્યાર બાદ આ ચાલાક મહિલાએ અગાશીની સિડી પરથી પડી જવાના કારણે મોત થયું હોવાનું નાટક ઉભું કર્યું હતું આ મામલે ઉપલેટા પોલીસે તપાસ નો ધંધો શરૂ કર્યો છે આજે ત્રણેય આરોપીઓને ઘટનાસ્થળ પર લઇ ગયા હતા તેમજ મહિલા આરોપી કે જેમણે બાળકીની હત્યા નીપજાવી હતી હતી અને કેવી રીતના અંજામ આપ્યો તેમનુ વિરલ સર કરવામાં આવ્યું હતું બાળકીને ધાબા ઉપર લઇ જઇ કઇ રીતના હત્યા કરી તે અંગેની સંપૂર્ણ માહિતી ઉપલેટા પોલીસે મેળવી હતી તેમજ આગામી સમયમાં આપના વિસ્તારમાં રહેલા સીસીટીવી ફૂટેજ બાળકીના અંતિમ સંસ્કાર બાદ ના ફૂલ મેળવી તપાસ હાથ ધરી વધુ પુરાવા એકત્રિત કરાશે પાછાબંધ
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એક માસૂમ બાળકીને બનેલી હત્યાની ઘટના બાદ સર્વ જગ્યાએથી મહિલા આરોપી અને બાળકીની કાકી પર ફિટકાર વરસી રહ્યો છે ત્યારે આ ઘટનામાં સૌથી બીજી અગત્યની બાબત એ સામે આવી છે કે પરમેશ્વર સમાન ગણાતા પિતાએ જ પોતાની બાળકી ની હત્યા ની ઘટના છુપાવવાના પ્રયાસો કર્યા હતા અને પોતાની બાળકીનાં મોતના ઘટના પુરાવાનો નાશ કરવાનો આરોપ તેમના પર લાગ્યો છે..બાળકીના.પિતા ચેતનભાઈ નિમાવત અને કાકા મયુર નિમાવતને ઘરેથી ફોન આવે છે કે, આયુષિ દાદરા પરથી પડી ગઈ છે. માટે ઘરે આવો, આ સમયે ચેતનભાઈએ મયૂરને કહ્યું કે, ઘરે રોજ ડખા ચાલે છે. માટે તું જા અને જોઈ આવ કે ઘરે શું થયું છે. મયૂરભાઈ તેમના ઘર પાસે પહોંચે તે પહેલાં તેમના પત્ની વંદનાબેન આયુષિને તેડીને ઘરની બાજુમાં જ રહેતા જય નામના યુવાનના એક્ટિવામાં બેસી જઈ રહ્યા હતા આથી મયૂરે કહ્યું કે, સીધા હોસ્પિટલે જ જઈએ અને ત્યાંથી બધા ડોક્ટર ક ક્રિષ્ના હોસ્પિટલે પહોંચ્યા હતા ત્યાંના ડોક્ટરે આયુષિને તપાસીને મૃતજાહેર કરી અને કહ્યું કે, આને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જાવ. આ સમયે વંદના અને તેમની સાથે ગયેલાઓએ ડોક્ટરને કહ્યું હતું કે, આયુષિ દાદરા પરથી પડી ગઈ છે. બપોરે સાડાચાર વાગ્યે હોસ્પિટલે આયુષિને લઈ જવાયા બાદ તેની લાશ સાંજના છ વાગ્યા સુધી ત્યાં જ પડી રહી. ત્યારબાદ મયૂરભાઈ આયુષિની લાશને ઘરે લઈ ગયા હતા. આ સમય દરમિયાન ચેતનભાઈ પોતાના ઘરે ગયા હતા અને આયુષિ જ્યાંથી પડી ગઈ હતી ત્યાં દાદરા પર જઈને જોયું તો ઉપરના માળે અને અગાસી પર લોહીના ડાઘ જોવા મળ્યા હતા. આથી નાનાભાઈ મયૂરને પણ ઘરે બોલાવી લીધો હતો. આ સમયે મયૂરે તેમના ભાઈને કહ્યું કે, આ કામ વંદનાનું જ હોવું જોઈએ અને તેને જ આયુષિને મારી નાખી હતી બાળકીના પિતા તેમજ કાકાને પહેલેથી જ ખ્યાલ આવી ગયો હતો કે આ બાળકીનું મોત સીડી પરથી પડી જવાના કારણે નહીં પરંતુ તેમની હત્યા થઈ છે જો કે ઘરની વાત ઘરમાં જ રહે અને ઘર ની આબરૂ જાય ને એટલા માટે તેઓએ આ હત્યાની ઘટનાને છુપાવી હતી અને બાળકીનું પોસ્ટમોર્ટમ કર્યા વગર તેમજ પોલીસને જાણ કર્યા બહાર જ બાળકીની અંતિમવિધિ કરી નાખી હતી જોકે બીજે દિવસે બાળકીની માતા કિરણબેન નિમાવત અને ખ્યાલ આવી ગયો હતો કે પોતાની દીકરીની હત્યા થઈ છે આ વાતની જાણ થતાં જ માતા ઉપલેટા પોલીસ સ્ટેશને પહોંચી હતી અને પોલીસ સ્ટેશનમાં સમગ્ર બાબત જણાવી હતી આ મામલે પોલીસે મહિલા આરોપી તેમજ બાળકીના પિતા તેમજ કાકાની આકરી પૂછપરછ કરતા સમગ્ર વિગત સામે આવી હતી...ઉપલેટા પોલીસે આયુષિની હત્યા કરી નાખવાના કેસમાં વંદના નિમાવત અને પુરાવાનો નાશ કરવાના પ્રકરણમાં આયુષિના પિતા ચેતનભાઈ અને વંદનાના પતિ મયૂર નિમાવતની ધરપકડ કરી છે
એક બાળક માટે તેમના પરિવારેે સૌથી સુરક્ષિત ગણવામાં આવતો હોય છે પરંતુ ઉપલેટામાં જેે ઘટના એમણે તો એક બહુ મોટું લાંછન લગાડયું છે લોકોમાં પણ એ જ વાતની ચર્ચા છે કે એક માસમાં કાકી યમ કેવી રીતે બની શકે શુંં કોઈ મહિલા આટલી ક્રૂર હોઈ શકે શુંંંંં એક નિર્ણય પિતા પોતાની બાળકોની હત્યા ની ઘટના છુપાવી શકે ખરા તે પણ એક મોટો સવાલ છે