ઉપલેટા : વડાલી ગામે પ્રાથમિક શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવતા શિક્ષક દંપતી

ભાયાવદર ગામમાં રહેતા અને વડાલી ગામે પ્રાથમિક શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવતા શિક્ષક દંપતી
રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામમાં રહેતા અને વડાલી ગામે પ્રાથમિક શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવતા શિક્ષક દંપતી પ્રકાશભાઈ બાલકદાસ નિરંજની તથા રંજનબેન ખરા અર્થમાં એક કર્મનિષ્ઠ શિક્ષક છે ચાલુ વર્ષથી શરૂ થયેલ ટોય ફેરમાં પ્રકાશભાઇએ ડિજિટલ છેતરે ભાગ લઇ બાળકો માટે માઈન્ડ પાવર મેથ પઝલ ડિજિટલ ટોયના નામે ગણિત તેમજ ભાષાઓની વિવિધ પઝલો બનાવી છે સાથે પ્રકાશભાઈ તાલુકા જિલ્લા તથા રાજ્ય કક્ષાએ ઉતીર્ણ થઇ ગુજરાત અને જ્ઞાતિના ગૌરવ સાથે હાલ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા જઈ રહ્યા છે શિક્ષણ ક્ષેત્રે પ્રકાશભાઇએ તાલુકા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તથા રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તથા રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મેળવી દેશની નામાંકિત સંસ્થા આઇ.આઇ.એમ અમદાવાદ તરફથી બે વખત સન્માન પત્ર થી સન્માનિત થઈ ચૂક્યા છે જ્યારે પ્રકાશભાઇના ધર્મ પત્ની રંજનબેન પણ તાલુકા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ દેશની નામાંકિત સંસ્થા આઇઆઇએમ અમદાવાદ તરફથી સન્માન પત્ર થી સન્માનિત થઈ ચૂક્યા છે પ્રકાશભાઈ તથા તેમના ધર્મપત્ની રંજનબેન નાના એવા વડાલી ગામમાં શિક્ષણની જ્યોત જલાવી પોતાના ગામના નામ સાથે જ્ઞાતિનું પણ નામ રોશન કર્યું છે