ઉપલેટા : શિક્ષક દંપતીના અનોખા પ્રયાસથી મળ્યા અનેકો સન્માન

હાલના સમયમાં દરેક બાળક અભ્યાસ ક્ષેત્રે અભ્યાસ મેળવવા માટે ડિજીટલ માધ્યમનો ઉપયોગ કરતો થઈ ગયો છે તે ખૂબ સારી બાબત કહેવાય છે પરંતુ આજના આ ડિજિટલ માધ્યમના કારણે બાળકને માત્ર અભ્યાસનું જ જ્ઞાન મળે છે એટલે કે પુસ્તકમાં રહેલું જ જ્ઞાન મેળવે છે ત્યારે બાળકોને તમામ જ્ઞાન મળે તે માટે રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ભાયાવદર નગરમાં રહેતા અને વડાળી ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક દંપત્તિએ બાળકોને રમત રમવાની સાથે જ્ઞાન કઈ રીતે મળે અને જ્ઞાની સાથે તેમને ગમ્મત કરવાની પણ મજા મળે તે માટેના પ્રયાસ અર્થે ગેમ સાથે અભ્યાસનો પણ ખૂબ જ વિકટ થાય તેવા પ્રકારની અનેકો કૃતિઓ બનાવી છે અને આ તમામ કૃતિઓ તેમના બાળકો અને વિદ્યાર્થીઓને રમવા આપે છે અને આ રમતની સાથે બાળકોને જ્ઞાન પણ મળે છે અને અભ્યાસ ક્ષેત્રમાં મદદ કરે છે.
આ દંપતીનું કહેવું છે કે કોરોના કાળના કપરા સમયમાં તેઓએ સાથે મળી અને પોતાના નવરાશના તમામ સમયમાં નાના બાળકોને અભ્યાસ વધુ મળે અને તેમની શેક્ષણીક અભ્યાસની ક્ષમતા વધારવા અને ભાર વિનાનું ભણતર સમાન જ્ઞાન આપવા આવી કૃતિઓ પણ આપવામાં આવતી જેથી બાળકને અભ્યાસ પણ શરૂ રહે અને સાથે તેમને રમત-ગમત કરવા માટેની વસ્તુ પણ મળે છે.
શિક્ષક પ્રકાશભાઈને ઘણા વર્ષો પહેલા બાળકો માટે જ્ઞાન અને ગમ્મત બન્ને મળે તે માટે વિચાર આવ્યો જે બાદ આ બન્ને પતિ-પત્ની શિક્ષકોએ સાથે મળી અને અનેકો પ્રકારની કૃતિઓ તૈયાર કરી છે અને આ તેમની બનાવેલી કૃતિઓ કોઈ બજારમાં વહેંચાતી વસ્તુઓથી નહિ પરંતુ ઘરમાં પડેલી અને બિન ઉપયોગી વસ્તુઓને વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ કરી અને બાળકોને ગેમો રમવાની સાથે જ્ઞાન અને ગમ્મત મળે તે માટે આવી કૃતિઓ તૈયાર કરી છે જે આપને પણ સ્પષ્ટ પ્રમાણે જોઈ શકીએ છીએ કે વેસ્ટ વસ્તુઓ જે આપણા ઘરોમાં જ મળી રહેતી હોય તેવી તમામ વસ્તુઓની મદદથી બાળકોને અને ખાસ કરીને નાના બાળકોને રમત-ગમતના રમકડાં મળે તેમ આ રમકડાં સમાન જ્ઞાન અને સામાજિક તેમજ શૈક્ષણિક જ્ઞાન મળે તે માટેની આ તમામ કૃતિઓ જોઈ શકાય છે.


આ શિક્ષક દંપતી દ્વારા બનાવાયેલી કૃતિઓ અને તેમની કબિલિયત અને બાળકોને અભ્યાસ ક્ષેત્રમાં મદદરૂપ થઈ રહી છે અને આવનારા દીવસોમાં પણ ખૂબ મદદરૂપ થશે તેવું પણ કહી શકાય કારણ કે આજે જોઈએ તો સૌ કોઈ બાળક મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર, ટીવી વગેરે ડિજિટલ માધ્યમમાં પોતાનો અભ્યાસ કરી રહ્યો છે જેમાં તેમને માત્ર પુસ્તકનું જ જ્ઞાન મળે છે જ્યારે આ શિક્ષક દ્વારા બનાવાયેલ કૃતિઓ એક સાથે અનેક કામ આપે છે જેમ કે બાળકને રમવા માટેનું એક રમકડું, રમકડાંની સાથે તેમને જ્ઞાન મળે છે અને જ્ઞાનથી સાથે અભ્યાસ અને અન્ય જરૂરી માહિતીઓ પણ મળે છે જેથી બાળકની મનોવૃત્તિઓમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે તેવું પણ શિક્ષકો દ્વારા જણાવાયું.
આ શિક્ષક દંપતીઓ દ્વારા બનાવાયેલ કૃતિઓ દ્વારા તેમને રાજ્ય લેવલ સુધીના એવોર્ડ અને સન્માન પણ મળે છે ઉપરાંત હાલ તેમની આ બનાવેલી કૃતિઓ નેશનલ લેવલ સુધી પણ જઈ રહી છે ત્યારે તેમનું કહેવું છે કે અમારી આ કૃતિઓ દેશ લેવલે પણ સારી સાબિત થશે તેવી પણ અમોને આશા છે.
આ બન્ને શિક્ષક દંપતીની આવી પ્રબળ અને સુંદર કામગીરીથી શિક્ષણ લેવલે પણ તેમને ઇનામો મળ્યા છે તેમજ સંસ્થા લેવલે પણ તેમને ઘણા સન્માનો મળ્યા છે ત્યારે આ બંને શિક્ષકોને અને તેમની સુંદર કામગીરીને અમો પણ ખૂબ બિરદાવીએ છે અને ભવિષ્યમાં પણ આવી અવિરત કામગીરીથી બાળકોના અભ્યાસ અને જ્ઞાન માટે મદદરૂપ થાય તેવી પણ શુભેચ્છાઓ પાઠવીએ છીએ.