કાંકરેજ : આકોલી દરબાર ગઢમાં રામદેવપીરના મંદિરે નેજુ ચડાવ્યું

કાંકરેજ તાલુકાના આકોલી દરબાર ગઢ માં રામદેવપીર ના મંદિરે નેજુ ચડાવ્યું
૧૦૦ વર્ષ થી સતત ચાલુ વર્ષે શ્રી રામદેવ પીર ના મંદિરે નેજું ચડાવવા ભક્તો ઉમટી પડ્યા દર વર્ષે ભાદરવા સુદ નોમ ના પાવન અવસર પર શ્રી અજમલજી ના કુંવર એવા નકળંગ નેજાધારી શ્રી રામદેવપીર મંદિર પરિસર માં ભક્તો શ્રોતાઓ અને દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા ત્યારે સમય અનુસાર સવારે સવા નવ કલાકે રામદેવ પીર નું નેજૂ ચડાવ્યું હતું જેમાં માનતા રાખી હોય એમની મનોકામના પૂર્ણ થાય છે આ પાવન અવસર પર ભાવિ ભક્તો શ્રઘ્ધા આસ્થા જોડાયેલી છે જેમાં બાબા રામદેવ પીર દરેક ભક્તો ની મનોકામના પૂર્ણ કરે છે ત્યારે મંદિરના પૂજારી તરીકે વાધેલા બાબર સિંહ . જલારામ જોષી. રજુગીરી ગૌસ્વામી. વિજુભા વાઘેલા. ગાંડા જી વાઘેલા સરપંચ. હેમુભા વાઘેલા. વિનુભા વાધેલા સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને રામદેવપીર મંદિર પરિસર રામદેવ પીર નો જય જય કાર ના ભાવ થી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું