કાંકરેજ : શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા દ્વારા સરપંચોને સન્માનિત કરાયા

ગ્રામ પંચાયત ના વિકાસના કામોની કદર કરી ભાજપ સરકાર દ્વારા લોકહિત માટે કરેલ કામગીરી ની સમીક્ષા કરી ને સન્માન પત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં જોકે અગાઉ પણ કાંકરેજ તાલુકાના કંબોઇ ગામના સરપંચ ડી. સી. સોલંકી ને પૂર્વ ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી અને હાલના દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ લાખ રૂપિયા નો ચેક આપી ને સન્માનિત કરાયા હતા ત્યારે કંબોઇ ગ્રામ પંચાયત બિન હરીફ જાહેર કરવામાં આવી હતી ત્યારે હવે કંબોઇ ગામ ના સરપંચ સોલંકી કાનજી અને દિયોદર ગ્રામ પંચાયત સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા ને પણ સુંદર કામગીરી બદલ પ્રમાણપત્ર આપી ને સન્માનિત કરાયા છે.. હવે ટૂંક સમયમાં જ ગ્રામ પંચાયતો ની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર ના મંત્રી ઓ દ્વારા ઠેર ઠેર જન આશીર્વાદ યાત્રા કરી ને લોકોને રીઝવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે...દિયોદર અને કાંકરેજ તાલુકાના કંબોઇ ગામના સરપંચ કાનજી દિલુજી ની કામગીરી તાલુકામાં પ્રથમ સ્થાને છે ત્યારે ગુજરાત સરકાર એ નોંધ લીધી હતી..... પ્રિન્ટ મીડિયા ના દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત સન્માન સમારોહ પ્રસંગે સમગ્ર ગુજરાત ના જિલ્લાઓ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ના ગ્રામ પંચાયત ના સરપંચો ને વિકાસ ના કામો ની સમીક્ષા કરી ને ગુજરાત સરકાર ના સહયોગથી પ્રશંસા કરી ને પ્રમાણપત્રો એનાયત કરી ને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત દિવ્ય ભાસ્કર ન્યૂઝ પેપર અને ગુજરાત સરકાર ના મંત્રીઓ અને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતીન પટેલ ની ઉપસ્થિતિ માં કાર્યકમ યોજવામાં આવ્યો હતો ત્યારે કાંકરેજ તાલુકાનું ગૌરવ વધારવા બદલ અભિનંદન ની વર્ષા લોકો અને રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે એક વાત નક્કી છે કે સરકાર દ્વારા નોંધ લેવામાં આવે છે ત્યારે કદર પણ કરે છે