કોરોના સંક્રમણના કારણે અમદાવાદ અને સુરતમાં સ્થિતિ વણસી

કોરોના સંક્રમણના કારણે અમદાવાદ અને સુરતમાં સ્થિતિ વણસી

ગુજરાતમાં આજે કોરોના વાયરસના નવા 1510 કેસની સાથે કુલ કોરોના કેસનો આંક 2,04,453 ઉપર પહોંચ્યો છે તો સામે 1268 દર્દીઓ સારવાર લઈને સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 2,00,409 પર પહોંચ્યો છે. આજે 16 દર્દીઓના કોરોનાને કારણે મોત થતાં કુલ મૃત્યુઆંક 3,892 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,044 કોરોના એક્ટિવ કેસ છે તો સાથે રાજ્યમાં રિકવરી રેટ  91.05 ટકા થયો છે હાલમાં ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 84,625 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 7,38,9,330 પર પહોંચ્યો છે.
આજે અમદાવાદ શહેરમાં 323, અમદાવાદ જિલ્લામાં 24, સુરત શહેરમાં 219, સુરત જિલ્લામાં 67, વડોદરા શહેરમાં 141, વડોદરા જિલ્લામાં 40 , રાજકોટ શહેરમાં 83, રાજકોટ જિલ્લામાં 45, મહેસાણામાં 43, ગાંધીનગર શહેરમાં 38, ગાંધીનગર જિલ્લામાં 36 કોરોનાના કેસ નોંધાયા છે તો આજે એક જ દિવસમાં સરકારી આંકડા મુજબ અમદાવાદમાં 12 ના કોરોનાથી મૌત થયા છે તો સુરતમાં 3 વ્યક્તિઓના મૌત થયા છે.


2020 નું વર્ષ સમાપ્ત થવાની નજીક છે ત્યારે આ વર્ષે શાળાઓ ફરી શરૂ થવાની સંભાવના નહિવત દેખાઈ રહી છે. જો ભવિષ્યમાં કોઈ શિક્ષણ સંસ્થા દ્રારા શાળા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવે તો પણ વાલીઓ તેમનાં બાળકોને શાળામાં મોકલવા માટે તૈયાર નથી તેવું લાગી રહ્યું છે. શિક્ષણ માટે 1 વર્ષનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. કોરોનાએ શિક્ષણ પ્રણાલીને ઘણું નુકસાન કર્યું છે ત્યારે કોરોના જેવા ગંભીર મુદ્દા પર રાજકારણ કરવાનો સમય નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સંકલન કરીને આ જીવલેણ મહામારીનો સામનો કરવો જોઇએ. આપણા દેશમાં રિકવરી રેટ ઘણો સંતોષકારક છે પરંતુ કોરોનાની ત્રીજી લહેરને ઓછી આંકવાની ભૂલ આપણે ન જ કરવી જોઈએ।