કચ્છ : માધાપરમાં એક મહિનાથી ગટરલાઈનનું કામ પુરગતિએ

માધાપર ગામમાં અનેક વિકાસના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે આજે ક્ચ્છ નેટવર્કની ટીમે જ્યારે સોનાપુરી નજીક આવેલ પૂર્વ વિસ્તારમાં મુલાકાત લીધી ત્યારે ગટરલાઈનનું કામ છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યું છે,ગ્રામ પંચાયત સ્વ ભંડોળ ,તાલુકા અને જિલ્લા પંચાયત અને આયોજનના સયુંકત ઉપક્રમે 62 લાખના ખર્ચે પ્રથમ તબક્કાની કામગીરી છેલ્લા એક મહિનાથી ચાલી રહી છે,આ બાબતે અરજણભાઈ ભુડિયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હોટેલ તુલસી પાછળનો વિસ્તાર,જેમાં એશ્વર્યાનગર,જલારામ સોસાયટી,શિવાજી પાર્ક,માધવી રેસિડેન્સી, ગંગેશ્વર તરફ આવતી સોસાયટી, તેમજ વર્ધમાનનગર સુધીના વિસ્તાર સુધી ગટરલાઈનનુ કામ આવરી લેવાશે.
આ પ્રથમ તબક્કાની ગટરલાઈનનું કામ છેલ્લા એક મહિનાથી રેલવે પાટા નદીથી તુલસી હોટેલ સુધી શરૂ કરાયું છે
આવનારા દિવસોમાં હોટેલ તુલસીથી ઐશ્વર્યાનગરના ગેટ સુધી શરૂ કરવાની કાર્યવાહી છે
ભવિષ્યમાં તમામ સોસાયટીને ગટરલાઈનથી આવરી લેવાશે,
સ્થાનિકોના કહેવા મુજબ વર્ષોથી ગટરલાઈનની જે સમસ્યા હતી તે અરજણભાઈ ભુડિયાનાં પ્રયાસથી નિરાકરણ થશે.