કચ્છ : રાજ્યમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ

રાજ્યમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં સુશાસનની ઉજવણી કરવામાં આવી રહી છે જે આયોજન અંતર્ગત આગામી પાંચ તારીખે મુખ્યમંત્રી કચ્છમાં આવી રાજ્યના કિસાનોને કિસાન સન્માન યોજના અપર્ણ કરશે.આ યોજના થકી ખેડૂતોને દિવસે વધુ એક કલાક વીજળી મળશે આ ઉપરાંત પણ ખેડુત કલ્યાણકારી કાર્યક્રમોમાં મુખ્યમંત્રી હાજરી આપી ધરતીપુત્રોના સન્માનના કાર્યક્રમ કરવાના છે મુખ્યમંત્રીના આગમનને લઈને જિલ્લા તંત્ર સહિત ભાજપના નેતાઓ પણ તૈયારીઓમાં પરોવાઈ ગયા છે